________________
૩૩૩
ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ અને પૃથ્વીનાં અનેક સ્થાનમાં જુદે જુદે નામે તે મશહૂર થઈ...........”
નંદ–વસુદેવ મિલન અધમી કે મહાપાપી, પસ્તાવે થાય સન્મતિ, સન્મતિતા ટકે જેથી, અંતે પમાય સદગતિ. ૧ રેલે ત્યાં રિદ્ધિ ને સિદ્ધિ, અધ્યાત્મ જ્યાં વધે ખરું; જહીં જમે મહાસ, તહીં અધ્યાત્મ પાધરું. ૨
શ્રી શુકદેવજી બોલ્યા : “રાજા પરીક્ષિતજી ! ગમાયા અથવા તે દેવીજી તે અંતર્ધાન થઈ ગયાં, પણ એમની વાત સાંભળીને કંસને અનહદ આશ્ચર્ય થયું. તેણે તરત વસુદેવજી તથા દેવકીજીને જેલમાંથી છેડી મૂકયાં અને અતિશય નમ્રતાથી કહ્યું, “મારાં વહાલાં બહેન અને બનેવીજી ! ખરેખર હું ઘણું મોટા પાપી છું. તમારાં સંતાનેને મારીને મેં રાક્ષસથી પણ બદતર કુકૃત્ય-દુષ્કૃત્ય કર્યું છે. હવે કુકૃત્ય- દુષ્કૃત્યને મને ઘણે ઘણે ખેદ થાય છે. મેં મારાં સાચાં કુટુંબીઓ અને હિતેચ્છુઓને ત્યાગ કર્યો અને માનવજન્મ પામી જે અતિદુષ્ટ કામ કર્યા, તેને લીધે મારે કયા અધમાધમ નરકમાં જવું પડશે તેની કલ્પના થઈ શકતી નથી. વાસ્તવમાં બ્રહ્મઘાતીથીયે મેટું કુકૃત્ય કરી હું જીવવા છતાં ખરેખર મુડદુ બની ગયો છું. તમે બંને મહાન આત્માએ છે. મને માફી આપે. જો કે ખરેખર તે આત્મા અમર જ છે, તે પિતે જન્મ કે મરતે નથી અને છતાં જીવ શરીર (કે જે સાધનરૂપ છે) ને સાયરૂપ માની ચાલે છે. બસ, મેટામાં મેટું અજ્ઞાન તે આ જ ! આ અજ્ઞાનને કારણે જ જન્મમૃત્યુના ફેરા ફરવા પડે છે.” આટલું બેલી કંસે પિતાનાં પ્યારાં બહેન ને