________________
૩૩૨
પણ ઘણી વાર લથડતા-લથડતો પડતાં પડતાં બચ્યો. જેવો તે બંદીખાને પૂછ્યું કે દેવકીજી બેલી ઊઠયાં મારા હિતેચ્છુ બંધુ ! આ કન્યા તે સાવ ગભર બાલિકા છે. એ બિયારી અબળાને તમારે મારવી ન જોઈએ. મારા પ્યારા ભાઈ! મારાં આગ જેવાં ચમકતાં તેજસ્વી કેટલાંય સંતાને મારી નાંખ્યાં, પરંતુ એમાં તમારે દેવ હું શું કહું ? તમારો દેશ જ નથી. પ્રારબ્ધ જ એવું હતું હવે તમે આ કન્યા તો પાછી દઈ દે. મારાં ઘણું સંતાન મરી ગયાં તેથી હું અત્યંત દીન છું. મારા વહાલા અને સમર્થ ભાઈ ! અવશ્ય હું તમારી નાની બહેન છું. તમે મદભાગની એવી મને આ અંતિમ સંતાનરૂપ બાલિકા અવશ્ય પાછી આપશો.” પરીક્ષિત ! તે કન્યાને દેવકીજીએ પિતાની ગોદમાં છુપાવીને અત્યંત દીનતા સાથે રાતો-રાતાં તેની યાચના કરી, પણ કંસ અતિ દુષ્ટ હતું તેથી તેણે તો દેવકીજીના હાથમાંથી એ માસૂમ અને તાજી જન્મેલી બાળકીને ઝૂંટવી લીધી. અને તેને પગ પકડી એક પથ્થર પર-ખડક ઉપર-વસ્ત્રને ઝીંકે તેમ ઝીંકી. સ્વાર્થ કારણે સહૃદયતા તો એની પાસેથી પોબારા જ ગણું ગઈ હતી !! પણ ભગવાન કૃષ્ણની આ નાની બહેન સામાન્ય કન્યા નહોતી, દેવી હતી. તેથી તે કંસના હાથમાંથી છટકીને તરત આકાશમાં ઊડી ગઈ અને પિતાના મોટા મોટા આઠ હાથમાં હથિયારો સાથે દેખાઈ. તેણું દિવ્યમાળા, વસ્ત્ર, ચંદન અને મણિમય આભૂષણોથી વિભૂષિત હતી. હાથમાં ધનુષ્ય, ત્રિશુલ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા એ આઠ આયુ હતાં. સિદ્ધો, ચારણે, ગંધ, અપ્સરાઓ અને કિન્નરો તથા નાગગણ પણ ઘણી ધણી ભેટની સામગ્રી સમર્પિત કરીને એની સ્તુતિ કરી રહ્યાં હતાં. તે સમયે જ તે દેવીએ કંસને ઉદેશીને કહ્યું : “ ભૂખ ! મને મારવાથી તને શું મળવાનું હતું ? તારા પૂર્વજન્મને શત્રુ તને મારવા માટે કઈક સ્થાને પેદા થઈ ચૂક્યો જ છે. હવે તું નિર્દોષ બાળકને ન માર !” કંસને આ પ્રકારે કહીને ભગવતી ગમાયા