________________
૩૩૧
પર તરત જ સુવડાવી દીધી અને પહેલાંની માફક કારાગારના કેદી બનીને પિતાના પગમાં બેડીઓ નાખી દીધી. અહીં નંદપત્ની યશેદાજીને એટલું તે જણાયેલું જ કે પિતાને કાંઈ સંતાન થયું છે; પણ પુત્ર જન્મે કે પુત્રી એને ખ્યાલ ન રહ્યો ! કારણ એક તો તેમને પ્રસૂતિની પીડા હતી અને બીજુ યોગમાયાને પ્રતાપે સર્વત્ર અચેતનતા છવાઈ ચૂકી હતી તેની અસર તેમના ઉપર પણ હતી જ.”
યોગમાયાને આદેશ
આત્મજ્ઞાની ન હોયે તે, ચમત્કાર–પરાયણ ચમકારો થયા ગૌણ, જ્ઞાની જીવન તન્મય. ૧ કો અપાર વેઠી જે, જગે વાત્સલ્ય પાથરે, તેના સાથી જગે સૌએ, અવતારી પુરુષ તે. ૨
શુકદેવજી બોલ્યાઃ “પરીક્ષિત ! જ્યારે વરુદેવજી ગોકુલમાં કનૈયાને મૂકી કંસના બંદીખાનામાં પાછા આવ્યા કે તરત નગરના બહારના અને અંદરના બધા જ દરવાજાઓ પોતાની મેળે જ પહેલાંની જેમ બંધ થઈ ગયા ! ત્યારબાદ નવા જન્મેલા બાળકને રડવાનો અવાજ સુણે દ્વારપાળાની નિદ્રા ટ્રસ્ટી અને તેઓ તરત શ્રી ભોજરાજ કંસ પાસે પહોંચી ગયા અને દેવકીજીના આવેલા સંતાનની વાત કરી. કંસ તે ઘણી જ વ્યાકુળતા અને ગભરાટની સાથે આવા કાંઈક સમાચારની વાટ જ જોતો હતો. દ્વારપાળની આટલી વાત સાંભળતાં જ તે પલંગ પરથી ઊઠી શીઘ્રતાથી પ્રસૂતિગૃહ તરફ ઝડપથી દોડી આવ્યું. આ વખતે તો હવે મારે કાળ જ બહેન દેવકીના ગર્ભમાં જન્મે છે તેમ વિચારી તે વ્યાકુળ થઈ ગયેલું, તેથી તેને પિતાના વીખરાયેલા વાળનું પણ ધ્યાન ન રહ્યું. રસ્તામાં