________________
૩૩૦
હતું ઉપેદ્ર, પણ શરીર નાનું હોવાથી લેકે મને “વામન” પણ કહેતા હતા. તમારા ત્રીજા જન્મમાં પણ હું તમારે પુત્ર થયો. મેં તમને મારું સ્વરૂપ એટલા માટે બતાવ્યું કે તમે બનેને મારા પૂર્વાવતાર યાદ આવી જાય. તમો બને મારા પ્રત્યે જેમ પુત્ર ભાવ રાખો, તેમ નિરંતર બ્રહ્મભાવ પણ રાખ્યા કરજે અંતે તમને આમાંથી જ મારા પરમ પદની પ્રાપ્તિ થશે !”
હવે બ્રહ્મનિષ્ઠ શુકદેવજી કહે છે: “ભગવાન આટલું બેલી ચૂપ થઈ ગયા. હવે જોતજોતામાં પિતાની યુગમાયાથી એમણે એક સાધારણ બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યારે વસુદેવજીએ ભગવપ્રેરણાથી આ પુત્રને લઈને સૂતિકા ગૃહથી બહાર નીકળવાની ઈચ્છા કરી. આ બાજુ એ જ સમયે નંદપત્ની યશોદાજીના ગર્ભથી વેગમાયાને જન્મ થયો. તે જ યોગમાયાએ ચેકીદારો અને સમસ્ત નગરવાસીઓની બધી ઇન્દ્રિય તથા વૃત્તિમાંથી ચેતના હરી લીધી. તેથી તેઓ બધાં અચેત થઈ ગયાં. કારાગારના બધા દરવાજા બંધ હતા અને કમાડ ઘણાં મોટાં હતાં. તે કમાડોને લેઢાની જર અને તાળાં જડયાં હતાં તેથી બહાર નીકળવું કઠણ હતું. પરંતુ વસુદેવજી ભગવાન કૃષ્ણને ગાદમાં લઈ જેવા દરવાજા નજીક ગયા કે તરત દરવાજા આપોઆપ ઊઘડી શ્યા, જેમ સૂર્યોદય થતાં અંધકાર દૂર થાય છે તેમ. તે સમયે વાદળા ધીરેધીરે ગરજીને જલકુવારી છોડી રહ્યાં હતાં. તેથી શેષ નાગ પોતાની ફેણથી તે રોકતા રોકતા ભગવાનની પાછળ ચાલવા લાગ્યા. વારંવાર વર્ષાને કારણે યમુનાજીમાં પાણ-ભરતી ઘણું હતી, પણ સીતાપતિ રામને સમુદ્ર માગે આપી દીધે તેમ યમુના મૈયાએ પણ ભગવાનને માર્ગ આપી દીધું. વસુદેવજીએ નંદબાબાના ગોકુળમાં જઈને જોયું તો બધાંય ગોપ-ગોવાલણે નિદ્રાથી અચેત બની ગયાં હતાં. ત્યારે ત્યાં યશોદાજીની શય્યા પર પિતાના પુત્રને વસુદેવજીએ સુવડાવી દીધું અને ત્યાંથી પેલી નવજાત કન્યા લઈ તેઓ કારાગારમાં પાછા ફરી ગયા. પછી વસુદેવજીએ પેલી યોગકન્યાને દેવકીની શય્યા