________________
૩૩૪
બનેવીના ચરણોમાં પોતાનું માથું નાખી દીધું !! પરીક્ષિત ! આ રીતે દિલથી તે માફી માગીને મહેલમાં ચા ગયે. સવારે કંસે પિતાના મંત્રીઓને બોલાવીને વેગમાયાએ કહેલી વાત સાફ સાફ કહી બતાવી. મંત્રીએ તે બધા મૂખ જ હતા. તેમણે કહ્યું : ભોજરાજ ! જે આમ જ છે તે અમે આજે મોટાં મોટાં શહેરોમાં નાનાં નાનાં ગામડાઓમાં, આહીરોની વસતિઓમાં અને બીજા સ્થાને માં જે જે બાળકે જન્મ્યાં છે, તે દશ દિવસથી વધુનાં હોય કે ઓછાનાં, તે બધાને મારી નાખીશું અને દેવમાત્રને રંજાડી દઈશું.
પરીક્ષિત ! નંદબાબા ઘણું જ સજજન અને ઉદાર હતા. પુત્રજન્મ બાદ એમનું હૃદય અભુત આનંદથી ઊભરાઈ ગયું. એમણે સ્નાન કરી દેહ–મને પવિત્ર થઈ સુંદર સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા, પછી વેદg બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિવાચન કરાવ્યું અને બાળકના જાતકર્મ સંસ્કાર પણ કરાવ્યા. દે–પિતાની વિધિપૂર્વક પૂજા સુધાં કરાવી, બ્રાહ્મણોને વસ્ત્ર, આભૂષણ અને હજારો ગાયે દાનમાં આપી દીધી. ચોમેર વાયુમંડળ શુભમંગલમય બની ગયું ! ભેરી અને દુંદુભિ વાગવા લાગ્યાં. આખા વ્રજમાં ઘેર ઘેર આનંદ પથરાઈ ગયે. વાલબાલ અને ગાયો પણ સારી પેઠે સજાવાયાં. ગોપીઓ જશોદાને ત્યાં સુંદર સુંદર સામગ્રી સાથે પહોંચી ગઈ અને સૌએ બાળકને ચિરંજીવી છે !” એમ આશીર્વાદ આપ્યા. નંદબાબાના વ્રજમાં ધન, ધાન્ય, દૂધ-ઘી અને ઋદ્ધિ-સમૃદ્ધિ છલકવા લાગી ગયાં ! આવે વખતે નંદબાબાને ત્યાં વસુદેવજી જઈ પહોંચ્યા. બંને મિત્રો ભેટી પડ્યા. આનાદથી બેસીને પછી બોલ્યા : “મેટાભાઈ ! તમને બન્નેને આ મારું સંતાન હવે મા-બાપ માની લેશે અને એમ માની તે તે મને અને દેવકીજીને પણ ગમે છે. નંદબાબા બોલ્યા : ‘એમાં આપ અને દેવકીજીની તો પૂરી ઉદારતા છે, પરંતુ જે છે, તે જ સાચું છે અને રહેવાનું છે. આપનાં કેટલાં બાળકે કંસને હાથે