________________
સ્તવૃત્તિથી પ્રયોગ ખાતર જ બધાં કાર્યો કર્યો જવાં એ જ સંન્યસ્ત આશ્રમનું પરમ રહસ્ય છે. ટૂંકમાં સંન્યાસ તે વૃત્તિને જ સંન્યાસ, કર્મને સંન્યાસ નહીં, મારાં પ્રત્યક્ષ માતાજી બન્યાં છે એ મહાન પવિત્ર દેવહૂતિને તે તેઓ અહીં રહેશે તો હું એમને આત્મજ્ઞાનમાં મગ્ન બનાવી મૂકીશ. આપ એ અંગે કશી ચિન્તા ન કરશે.” આમ, કર્દમમુનિ ભગવાનને પ્રદક્ષિણું કરી વંદીને પ્રસન્નતાપૂર્વક પોતાનાં મહાન ધર્મપત્ની દેવહૂતિજીની રજ લઈ રવાના થયા. હવે તેઓ અનાસકત ભાવે સંન્યસ્ત ધર્મ પાળવા લાગી ગયા અને પ્રાણિમાત્રને (સમભાવે) પિતાને આત્મા વિષે જોવા લાગી ગયા. એ રીતે અંતે એ પરમપદ પામી ગયા. આ વખતે શૌનકજીએ સૂતજીને પૂછયું કે માતા દેવહૂતિને મેક્ષ કેવી રીતે થયું ?' ત્યારે સૂતજીએ કહ્યું : આપ પૂછે છે તેવા જ જિજ્ઞાસુભાવે વિદુરજીના પૂછવાથી ત્રયજી નીચે મુજબ આગળ ને આગળ વધે જતા હતા. ગૌત્રેયજી બેલ્યા : “ભકતજી ! પિતાજીની ગેરહાજરી પછી ખૂબ સેવાભાવપૂર્વક પિતાનાં માતુશ્રી પાસે કપિલ રહેવા લાગ્યા. એ બિદુસરોવર તીર્થમાં કપિલ જરા પુખ્ત થયા ત્યારે એકદા શાંત પ્રકૃતિને સમયે અતિશય જિજ્ઞાસાથી માતાજીએ પિતાના પુત્ર છતાં જગદુદ્ધારક એવી એ વિરલ વિભૂતિ આગળ નમ્રભાવે પૂછ્યું: “મારા પ્રભુ ! વિષયે તો વિનશ્વર છે. છતાં એમાં મન સતત શાથી ખેંચાયા કરે છે તે કૃપા કરીને સાવ સરળ ભાષામાં મને એ સમજાવ !' કપિલ બોલ્યા : ““માતાજી ! માનવીનું ચિત્ત જો ખરેખર સ્વસ્થ અને પ્રસન્ન થઈ જાય તે વિષયો અથવા કેઈપણ રિદ્ધિ-સિદ્ધિઓની લાલચમાં મન જઈ શકશે નહીં, એમ છતાં માની લે કે કદાચ જશે, તે પણ જે મૂળ ધ્યેય માટે માનવ આવ્યા છે તે મૂળ ગેયથી તે તે અંશમાત્ર ચલિત નહીં જ થાય ! ચિત્તની ક્ષુબ્ધતા એવાં સાધક-સાધિકાઓની કદી જ નહીં થાય અને અંતે તે જ્યાં ગયા પછી પાછું ફરવું નથી પડતું તે જ પરમપદ એવાં સાધક-સાધિકાઓને આપોઆપ પ્રાપ્ત થઈ જ જાય