________________
४३
છે. માતાજી ! ધ્યાન, ગ, સાધના જે કાંઈ કહે તે આટલા માટે હોવાથી એક અર્થમાં ચિત્તશુદ્ધિ એ જ પરમ ગ છે, ધ્યાન પણ એ જ કહેવાય. બીજે પણ એથીયે સરળ માર્ગ છે, તે એ કે કપનાથી પ્રભુચરણમાં અને પછી પ્રભુની જાંઘ, કેડ, નાભિ, ભુજાઓ, મુખ, મીઠું સ્મિત એમ કલ્પના કરતાં કરતાં સાવ ભક્તિમય બની જવું. એમ કરવાથી સાધક-સાધિકાઓનું હૈયું સ્વયમેવ દ્રવવા મંડી પડે છે. આ જાતનું પ્રભુમય અથવા વિશ્વમય બનવાથી જડ અને ચેતનનું અલગપણું કયાં અને કેવી રીતે છે, તે બધું યથાર્થ સમજાઈ જાય છે, અનુભવાય છે, સંવેદાય છે. આ વેળાએ પ્રભુકૃપાથી પ્રભુની માયાનું સાચું રૂપ પણ સાથે સાથે સમજાય છે, અનુભવાય છે અને સંવેદાય પણ છે. માતાજી ! નિષ્કામ ભાવે પ્રેમમય ચિત્ત બનાવીને જે પ્રભુ ભજાય છે, તે જ મારી ભક્તિ છે. શરૂઆતમાં ભલે તે તમય કે જેમય હૈય, પણ કમેક્રમે તે જ સત્ત્વમય બની છેવટે મારા પ્રેમસ્વરૂપને અથવા ત્રિગુણાતીત-અપ્રાકૃત સ્વરૂપ–ને સુધા તેવાં સાધક–સાધિકાએ પામે જ છે, પામે જ છે. અહીં આત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ આપે આપ થઈ જાય છે. આ ભૂમિકાની પહેલાં કેટકેટલીયે કસેટીઓ અવશ્ય થયાં કરતી હોય છે. જેઓ આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ કરવામાં પડી જાય છે તેઓને તે હું મૃત્યુભય પણ જરૂર ઉપજાવું છું. બાકી અભેદભાવ અને પ્રાણિમાત્રમાં હું છું એમ માનીને જે મને ઉપાસે છે, તેને મૃત્યુભય સાવ સહેજે દૂર થઈ જ જાય છે.” મૈત્રેયજી બેલ્યાઃ “ભક્ત વિદુરજી ! આ રીતે ખુદ ભગવાનને શ્રોમુખે જ માતા દેવહૂતિએ અહંકાર રૂપી સંકર્ષણ, બુદ્ધિરૂપી પ્રદ્યુન અને ઈ દિયાધિષ્ઠતા નીલસમાન વર્ણન વાળા અનિરુદ્ધનું સ્વરૂપ પણ સમજી લીધું. આ આખું બ્રહ્માંડ શું ? વિરાટ સ્વરૂપ શું ? એ સુદ સમજી લીધું અને છેવટે તો શ્રદ્ધ પ્રજ્ઞાવંત બની માનવજન્મમાં પ્રકૃતિ અને પુરુષને વિવેક થઈ જે આચરણ થાય, તે જ ક્ષમાર્ગ છે એવો બરાબર ખ્યાલ માતાજીને