________________
૩૫
હકીક્તરૂપે છે જ. આથી, આખરે તો આ બધી બાબતોને મન, વાણી અને કાયાથી અગમ્ય છતાં અનુભવગમ્ય માની સંસાર કેમ થયે, એ વિચાર કરવાને બદલે સંસાર કેમ કરી છૂટે તેને જ વિચાર મુખ્યપણે કરે જરૂરી છે. આ દષ્ટિએ ભગવાનના પરમભક્ત વિદુરજી અને મિત્રેયને જે અતિસુંદર સંવાદ છે, તે જ તમને હું સંભળાવી દઉં “વિદુરજીએ પિતાના ભાઈ ધૃતરાષ્ટ્રને, ધર્મરાજ યુધિષ્ઠિર આદિ પાંડવોને પિતાના પુત્ર તથા પુત્ર મિત્રોથી થયેલા ઘોર અન્યાયને દૂર કરવા અને તેમ ન થાય તે દુર્યોધન, દુઃશાસન આદિને તદ્દન છેડવા સમજાવ્યા. પણ આ વાત સાંભળી દુર્યોધનાદિએ અપમાનથી વિદુરજીને કાઢી મુક્યા. પરંતુ તેઓને આવા અપમાનની કયાં પડી હતી ? તેઓએ પ્રભાસ આદિ સુંદર તીર્થો કર્યા અને વમુનાતટ પર ઉદ્ધવજી મળ્યા. તેઓ પ્રેમથી અરસપરસ ભેટી પડ્યા અને પિતાના આરાધ્ય દેવ અને ભગવદાતાર શ્રીકૃષ્ણ તથા આખાયે તે પરિવારના કુશળક્ષેમ પૂછયા. આ વખતે ઉદ્ધવજીની આંખમાં વિરહાશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. બચપણથી જ તેઓએ મતિ બનાવી શ્રીકૃષ્ણભક્તિ દઢ કરી હતી અને પછી તો વર્ષોથી તેઓની પ્રત્યક્ષ સેવા કરી હતી. તેનું વિદુરજીએ નામસ્મરણ કરાવ્યું એટલે રોમે રોમે ભક્તિ ઊલસે તે સ્વાભાવિક હતું. ઉદ્ધવ બોલ્યા : સમુદ્રમાં રહેલી માછલી ચંદ્રને શું જાણે ? તે ભગવાન કૃષ્ણને યાદ ન ઓળખી શક્યા. ન કરવો ઓળખી શક્યા.” એમ કહી બાલવયે, કિશોરવયે અને યુવાનવયે ભગવાન શ્રીકૃષ્ણ જે જે લીલાઓ કરેલી તેનું સવિસ્તર વર્ણન કર્યું. ઉદ્ધવજી પાસે વિદુરજીએ ભાગવત સાંભળવા ઈછયું. પરંતુ તે બધું મિત્રેય કહેશે, એમ સમજાવી વિદુરને વિદાય કર્યા. વિદુરજી ખૂબ ફરતા ફરતા ઠેઠ હરિદ્વારમાં પહોંચ્યા, ત્યાં મોયછની મુલાકાત થઈ ગઈ. મૈગોયજીએ કહ્યું: “પ્રથમ પ્રથમ પ્રભુશ્રીએ વિરાટ શરીર પેદા કર્યું, આ બધાનું મૂળ માયા જ છે.” આ સાંભળતાં જ વિદુરજીની બધી