________________
શંકાઓ દૂર થઈ ગઈ. વળી મૈિત્રેયજી બેલ્યા : “આપ વ્યાસમુનિના વિર્યથી પેદા થયા હોઈ સાક્ષાત્ યમદેવના જેવા છે. એટલે હવે હું તમને શ્રી ભાગવત પુરાણ જ કહી દઉં છું. જેને શ્રી સંકર્ષણ ભગવાને સનકાદિ ઋષિઓને સંભળાવેલું. ખુદ બ્રહ્માજી પણ એક વખત પિતાનું અધિષ્ઠાન કેણ તે સમજી શક્યા ન હતા. છેવટે અંતઃકરણમાં જ તેઓ જોઈ શક્યા. અને ભગવાને સ્વયં કહ્યું : તપ કરે અને જેમ હું દેખાઉં છું તેમ મારામાં આખું જગત છે જ, માત્ર તેને વ્યક્ત રૂપે પેદા આપે કરવાનું છે. તપની સાથે કામના ભળતાં સુંદર સૃષ્ટિનું નિર્માણ થશે. આ રીતે પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમલનાભ ભગવાને આ સૃષ્ટિકર્તા બ્રહ્માજીને ભ્રમ ટાળ્યો અને કામનાને તપ તથા ઉપાસનાને પુટ આપી તેઓને સૃષ્ટિ ઉત્પન્ન કરવાને રસ જગાડશે. આ રીતે એક બાજુ સૂત–શૌનકને, એક બાજુ શુકદેવ–પરીક્ષિતને અને હવે વિદુર-મૈત્રેયનો ભાગવત સંબંધી સંવાદ આગળ ધપે છે.”
મોય અને વિદુર સંવાદ
અનુષ્યપ બે પાસાં કામનાનાં આ, લાલસા વાસના તથા; લાલસા લોભ દર્શાવે, પ્રતિષ્ઠા પ્રાણુ વાસના. ૧
| ઉપજાતિ પરિગ્રહ, પ્રાણ તથા પ્રતિષ્ઠા, એ ત્રિપુટી છેડવી પૂરી રીતે તે કામનાનાં ઉભયે જ પાસાં, જિતાય છે પૂર્ણપણે સદા તે. ૨