________________
૩૧
ધ તરબોળ શ્રાપવચન ! પણ ખેર ! દીકરા ! તું તે નિમિત્ત બન્યો છે ! ઋષિ પિતા-પુત્ર બને પારાવાર અફસોસ કરે છે. અહીં પરીક્ષિતરાજાને પણ આ અપકૃત્યને પારાવાર પસ્તાવો થાય છે અને ગંગાકિનારે આવી અનશન-વ્રત લઈ બેસે છે. તેવામાં કુદરતી રીતે ઋષિસુનિઓ, બ્રાહ્મણે વગેરે માતબર લે ત્યાં આવી પહોંચે છે અને થોડી જ વારમાં ત્યાં શુકદેવજી અવધૂત પણ જાતે ઉપસ્થિત થાય છે. કુદરતની કેવી વ્યવસ્થિત પેજના છે ! પરીક્ષિત રાજા ખુશ ખુશ થઈ ગયા અને “આ યુગે ક્ષણભંગુર કાયાવાળા માનવી માટે ઉત્તમમાં ઉત્તમ કયું કર્તવ્ય ?” આ સૌને માટે અતિમહત્ત્વને પ્રશ્ન પૂછી નાખે.”
શુકદેવને ઉપદેશ
અવતારો પુરાણમાં, દશવીસ જે કહ્યા; તે પૈકી શ્રેષ્ઠ–સર્વાગી, પ્રભુ શ્રી કૃષ્ણજી રહ્યા. ૧ કિંતુ અંધ ઘટે ના કં, અનુકરણ એમનું ઊર્વીકરણના યત્ન, છે પડે સરખાવવું. ૨
શુકદેવજી બોલ્યા : “રાજેન્દ્ર પરીક્ષિતજી આ કાળ એક રીતે અતિશય કઠણ છે, તે એટલા માટે કે બુદ્ધિશાળી માનવી ઝીણમાં ઝીણું વાત તરત સમજી જાય છે, પણ આચરી શકતા નથી; હવાઈ કલ્પનાઓમાં મોટે ભાગે રાચે છે. બીજી રીતે આ કાળ અતિશય સરળ પણ છે. કારણકે બહુ આચરી ભલે ન શકે, પણ શ્રીકૃષ્ણ વાસુદેવનું મનમાં અખંડ સ્મરણ રાખે, એટલે તેટલેથી જ તેને બેડો પાર થઈ જાય છે. અનિત્યમાં રાચવું એના કરતાં નિત્યમાં રાચવું શું