________________
ભગવાન શ્રીકૃષ્ણના ગુણને પાર કઈ જ નહીં પામી શકે, તે હું કયાંથી જ પામું ? વળી આપ ભલે મને પરમસંત કહે કે માને, પણ હું મારી ઊણુ સ્પષ્ટ રીતે જોઈ શકું છું. સાકાર છતાં નિરાકાર એવા ખુદ પરમાત્માના ગુણ કરતાં પણ શ્રીકૃષ્ણ –ગુણ અનેક દષ્ટિએ વધી જાય છે; કારણ કે વીતરાગતાની પરાકાષ્ઠા સાધી મોક્ષ પામ અથવા મેક્ષ પામીને નિલેપતા અનુભવવી એ બધું કઠણ તો ઘણું, પરંતુ રાગમય વિચાર, વાણું અને વર્તન નજરોનજર દેખવા છતાં એ રાગમયતાને પણ વીતરાગતાને ચેપ લગાડી શકે એવી પરમ નિલે પતા(સંસારમાં એવું જીવન જીવીને) બતાવવી એ બધાથી પણ કઠણ છે. આ જ એ પૂર્ણ પુરુષોત્તમની વિશેષતા છે...” એમ બોલીને તેઓએ સીધેસીધું કથાનું જ મંડાણ કરવા માંડયું. સૂતજી બોલ્યા: “એકદા જંગલમાં એકાકી ફરતા રાજવીને ખૂબ ભૂખ તરસ લાગ્યાં. દૂરથી આશ્રમ જોઈ ભૂખ-તરસ નિવારવા પરીક્ષિત રાજવી શમિકમુનિના તે આશ્રમમાં પહોંચ્યા. પણ શમિકમુનિના પુત્ર ઋષિકુમાર શૃંગી બાજુમાં રમવામાં પડેલ, જેથી રાજાને ભૂખ-તરસ છતાં કોઈએ કશો તેને ભાવ ન પૂછયો. કારણ કે શમિકમુનિ પણ ધ્યાન– મગ્ન હતા. રાજાને આ ન સમજાયું. તેનો અહંકાર ઘવાયે. ગુસ્સામાં ને ગુસ્સામાં તેને કશું ભાન ન રહ્યું. તેણે યાની અને પ્રશાંત મુનિના ગળામાં મરેલા સાપ ધનુષના છેડા વતી પહેરાવી દીધો. બાળક મૃગી ઋષિકુમારને આની જાણ થઈ કે તરત તે પણ તેના જેવા સંતને અણછાજતું બોલી ગયે “પૂજ્ય એવા બ્રાહ્મણ અને તેમાંય મહર્ષિનું આવું અપમાન કરનાર કોણ છે? શું જાણે છે એ ? એમ ક્રોધમાં ને ક્રોધમાં “જા તને સાચે તક્ષક નાગ કરડી મોત આપશે. શમિકમુનિ ધ્યાનથી પરવારીને જુએ છે તો રડતો ઋષિકુમાર આ બેલી રહ્યો હતો. પરિસ્થિતિ સમજી લઈને તેઓ બોલ્યાઃ “બેટા! કેટલીક વાર સારો માણસ પણ મોટી ભૂલ કરી બેસતો દેખાય છે. ત્યાં ક્ષમા આપવી, તે સંતોની ફરજ છે; નહીં કે આવાં