________________
૨૯
આવી જ્યાં સસ્થા, વક્તા, ને શ્રોતા હો સુપાત્ર જે; તે ત્યાં ખુદ સાકાર, બની પ્રભુ પધારતા. ૩
સતાજીએ કહ્યું: “પરીક્ષિત રાજાનું ચિત્ત ભગવાનના ચરણમાં સંપૂર્ણ શ િહતું. આથી, એમને માટે જિંદગી અને મૃત્યુ બને પણ સરખાં હતાં. અને ભય નહોતો. એની પ્રતીતિ એ કે બ્રાહ્મણના શાપને
મન મનાવી. તક્ષનાગ દંશ મારવા આવવાનું છે એમ જાણવા છતાં બધા પ્રકારની આસકિત તજીને ગંગાકિનારે નૈષ્ઠિક બ્રહ્મચારી ચાલક પાસે તેઓ ભાગવતકથારસ પીવા એકાગ્ર થઈ ગયા. બસ, આ મુખ્ય વાત જ સમજી લેવાની જરૂર છે...” આ સાંભળી શૌનકાદિ ઋષિઓ સતકથનથી પ્રભાવિત થઈને એકદમ બોલી ઊઠ્યા : બસ, બસ. આ લોકદષ્ટિએ મોટામાં મોટા યજ્ઞ અમે કરવા અહીં આવ્યા છીએ, પણ આપ જેવા પ્રખર અનુભવીના મુખારવિંદથી ભાગવતકથા સુણીને અમને દુનિયાનું બીજું બધું જ જાણે સાવ તુચ્છ ભાસે છે ! સ્વર્ગ તે શું પણ આ પ્રસંગે ખુદ મેક્ષ સામેથી આવે, તે એનેય ભેટવા ઊઠવાનું અમને જરાય મન નથી થતું. તેથી વધુ શું કહીએ ? ભાગવતકથા આપ જેવા મહાન અધિકારી સંત પાસેથી સાંભળતાં ભગવાન કૃષ્ણના વિશ્વમય જીવનનું જાણે જાતસંવેદન થઈ જાય છે. આપ જગદગુરુ શ્રીકૃષ્ણજીવનલીલા, શક્ય તેટલા વિસ્તારથી અમને જરૂર સંભળાવો. અમે જરૂર એ બધું જીરવી શકીશું. બ્રહ્માજી અને શંકર ભગવાન પણ કૃષ્ણગુણનું વર્ણન પિતાના મુખથી પૂર્ણપણે કરી શકતા નથી, પરંતુ આપ જેવા શ્રીકૃષ્ણકથારસમાં નિમગ્ન અને અંદરથી અને બહારથી (એમ બન્ને પ્રકારની) સાધુતાવાળા ઋષિજન તે એ ગુણોનું વર્ણન જરૂર કરી શકે છો. કારણ કે આપના હૈયામાં જ નહીં, બલકે મેરેમમાં એકમાત્ર શ્રીકૃષ્ણ રમી રહ્યા છે.” ખૂબ ખુશ થઈને સૂતજી બોલ્યા –“સુપાત્ર શ્રોતાજને આગળ સાચું વકતૃત્વ સહેજે ખીલી ઊઠતું હોય છે. બાકી