________________
૨૩
ધર્મોપદેશ આપે. પછી યજ્ઞ-દાનાદિ ક્રિયાઓ કરાવી. હવે વિદાય થવા ભ. શ્રીકૃષ્ણ તૈયાર થઈ ગયા. આમ છળથી છીનવેલું રાજ્ય પણ કૃષ્ણકૃપાથી પાંડવોને પ્રાપ્ત થયું. જેવા તેઓ તૈયાર થયા છે તુરત ઉત્તરા રેડી આવી. અશ્વત્થામાથી ફેંકાયેલા બ્રહ્માસ્ત્રની અસરથી ભગવાને તે ઉત્તરાના ગર્ભનું કવચથી રક્ષણ કર્યું. ત્યારબાદ પાંડવો સહિત ભગવાન કૃષ્ણ શરશય્યા પર પિહેલા ભીષ્મજી પાસે ગયા. દાદા ભીખે ભગવાન કૃષ્ણની અંદરથી અને બહારથી સ્તુતિ કરી અને ધર્મરાજ વગેરે પાંડવોની માફી માગી લીધી. તે વખતે અનેક ઋષિમુનિઓ તથા રાજાઓ અને ભગવાન કૃષ્ણની હાજરીમાં અનેક ધાર્મિક પ્રશ્નો પુછાયા, જે બધાના સુંદર જવાબ મળ્યા. છેવટે ભીખદાદા પ્રભુલીન બની દેહ તજી બેઠા. તેમની અંત્યેષ્ટિક્રિયા કરાવી ધર્મરાજ વગેરે પાંડવ ભગવાન કૃષ્ણ સાથે જ પાછી હસ્તિનાપુરમાં આવી ગયા અને ધર્મજ યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણની સંમતિથી તથા કાકાશ્રી ધૃતરાષ્ટ્ર
ની અનુજ્ઞાથી ત્યાંનું ધર્મલક્ષી રાજ્યશાસન ચલાવવા લાગ્યા.” - શૌનકાદિ ઋષિઓ સૂતજીને પૂછે છે : “ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવૃત્તિ તે પ્રથમથી જ ન હતી. તે તેઓએ હસ્તિનાપુરનું રાજ્ય શી રીતે ચલાવ્યું ?” સૂતજીએ કહ્યું : “વાંસ જેમ પરસ્પર ઘસાતાં અગ્નિ પેદા કરીને ભસ્મ થાય છે તેમ કૌરવો ખતમ થયા હતા. એમ છતાં ધર્મરાજને ભ્રાતૃવધનું ભારે દુઃખ હતું. તે ભ. કૃષ્ણ અને દાદાભીમના ઉપદેશથી ભારિત ટળતાં અને જ્ઞાન થતાં “જે થાય તે સારા માટે માની દુઃખ વિસરાઈ ગયું. ભાઈઓ ભીમ વગેરે પણ એમની આજ્ઞાવશ રહ્યા. પોતે ભગવાનવશ રહી, તે વખતે એવું તો રાજ્ય ધર્મરાજ યુધિષ્ઠિરે ચલાવ્યું કે પરિસ્થિતિ પરિવર્તન થતાં જ વરસાદ નિયમિત વરસવા લાગે. ગાય, નદી, સમુદ્ર, પર્વત, વનસ્પતિ, લતા ઔષધિ યથાર્થ રીતે પ્રજા કાજે ફળવા લાગ્યાં. દૈવિક, ભૌતિક અને આત્મિક કલેશ તે પ્રજામાંથી વિદાય જ પામી ગયા.”