________________
સંતમુખામૃતરૂપી નીકળેલી ભગવાન કૃષ્ણની આ અનુભૂત પ્રયાગકથા કહેવાનું મન થઈ જ જાય છે. આમ, વકતા પણ સુયોગ્ય, ગ્રંથ પણ સુયોગ્ય અને તમારા જેવા શ્રોતાઓ પણ સુયોગ્ય-એ બધું જોઈ ને સંતના હૈયામાં અખંડ ભગવાન છે એવા એ પરમસંતને મુખેથી કહેવાયેલી આ પરમ રહસ્યવાળી કથા આજે રજૂ કરતાં મને આનંદ જ થાય છે. જેની ધારા કેઈ સંયોગોમાં દાતી–ભેદાતી નથી એવી સાચી ભકિત આ ગ્રંથના જિજ્ઞાસુ શ્રોતાઓને જરૂર પ્રાપ્ત થાય છે.
જ્યાં ભગવાનનું ચિન્તન હૃદયસ્થ થયું પછી કર્મો કરવા છતાં એને બંધ થઈ શકતો નથી. દાઢમાંથી ઝેરની કોથળી ગઈ પછી મહા વિષધર સાપનો ડંખ પણ શું કરવાને ? એ આ ભાગવતકથારસ સંસારને ઘેરી વળેલા અજ્ઞાનાંધકારને કદી ન બુઝાતો અખંડ દીવો છે. હવે તમે એકાગ્રતાથી શ્રવણ કરો” એમ કહી ભાગવતકથા લંબાવી શ્રી સૂતજીએ આગળ ચલાવ્યું.
કથા-પ્રારંભ
પ્રાણી છે નાનું કે મેટું, નારી–નર મહી પણ; આત્મા એક જુએ તેથી, વ્યાસથીયે વધુ શુક. ૧
સવ પેદા થયા છે, ભગવાન થકી જ્યમ; ભગવાન મહીં પાછા, મળવું દયેય છે ત્યમ. ૨
મુનિપ્રવર શ્રી સૂતજી બોલ્યા : “શૌનકાદિ ઋષિઓ ! જેમ અગાધ સરોવરમાંથી નાના નાના અનેક પ્રવાહી નીકળે છે, તેમ ભગવાનથી જ એકબાજુ આખાયે સંસાર (નાના મોટા છવો રૂપે) ઊપજ છે તો બીજી બાજુ પાછા એ સંસારમાં નૈતિક મૂલ્ય ટકે