________________
૧૭
અને અન્યાય કે અધર્મની પ્રતિષ્ઠા ન થાય તે માટે તેઓ વિશિષ્ટ પ્રકારે પણ અવતાર ધારણ કરે છે. આવા અવતારે બીજો પુરારોમાં દશ કહ્યા છે. અહીં ભાગવતમાં એની સંખ્યા કુલ્લે મળીને ચાવીસની છે. અને બીજી રીતે કહીએ તે આ જેમ ભગવાનની સંખ્યા છે તેમ બીજા નાનામોટા ધર્મક્રાંતિકારોની સંખ્યા તો એથી પણ વિશેષ છે જ. દા. ત. મનુ મહારાજ તથા એવા બીજા મહાપુરુષો (મહામાનવો) થયા છે, તે સીધેસીધા ભગવાનના જ અંશરૂપ ગણાય છે. આ બધા ભગવાનના અવતારો અને ભગવાનના અંશરૂપ અવતારોમાં ભગવાન કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ અને સ્વયં ભગવાન કહેવાય છે, અને તેથી જ એક અર્થ માં તેઓ જગદ્ગુરુ પણ કહેવાય છે. આ ભગવાન જેમ પતે આસક્તિથી રહિત છે, તેમ તેમને ખરા. દિલથી ભજનારા પણ આસકિતથી રહિત થઈ શકે છે. તેથી જ ભગવાન કૃષ્ણ પરના સેવામય યારને લીધે હું તમને ખરેખર સદ્ભાગી માનું છું. અને આ ભાગવતકથા જે વ્યાસજીએ રચી છે તે સાંભળવાની તમારી જિજ્ઞાસા જોઈ મને આનંદ આનંદ થઈ રહે છે. તમારે લીધે આ કથા સાંભળનાર સૌને પણ અનન્ય લાભ થવાને છે. પહેલાં આ પુરાણને વ્યાસજીએ શુકદેવજીને અભ્યાસ કરાવ્યું.
જ્યારે રાજા પરીક્ષિત ગંગાતટ પર મૃત્યુપર્યત નિરાહારી રહેવાને નિયમ લઈને મોટામેટા ઋષિમુનિઓથી ઘેરાઈની બેઠા હતા, ત્યારે શુકદેવજીએ એમને આ સંભળાવેલ. એ શુકદેવજીએ સંભળાવેલ, ત્યારે હું પણ ત્યાં શ્રોતારૂપે બેઠો હતો. મેં તેમની પાસેથી અનુભવયુક્ત ગ્રહણ કર્યું, તે હું તમને સંભળાવું છું.
વ્યાસજી બોલ્યા : “નૈમિષાયમાંના આ દીર્ઘકાલીન યજ્ઞમાં જે મુનિઓ હતા, તેમાં શૌનક સૌથી વિદ્વાન અને વૃદ્ધ હતા. તેઓ જ આ બધામાં કુલપતિ હોવાથી બોલ્યા: