________________
અધિક માને છે, પરંતુ તેઓની સુધાં ભાગવતકથામૃત પીવાની યેગ્યતા નથી તે નથી જ. અરે, ખુદ બ્રહ્માજીને પણ પરમ આશ્ચર્ય થયેલું કે પરીક્ષિત રાજાને ભાગવતકથાશ્રવણથી શી રીતે મુક્તિ થઈ ગઈ ” એટલે કે જે કલિયુગમાં મુક્તિ તે દૂર રહી, પણ મુક્તિને સાચો માગ પણ મળવો અશક્ય છે, તે કલિકાળમાં મુક્તિ આપનારું આ અજોડ સાધન ભાગવતકથામૃત ક્યાંથી ઉપલબ્ધ થઈ શકયું ? પ્રથમ તો ખુદ નારદઋષિએ બ્રહ્મ, પાસે આ સાંભળેલું, પરંતુ વિધિસર તો નારદજીએ શૌનકાદિ ઋષિઓ પાસેથી જ સાંભળ્યું હતું કે જે શૌનકાદિ મુનિઓએ સૂતમુનિરાજ જેવા જ્ઞાની ગુરુ પાસેથી સાંભળેલ હતું અને એ સતમુનિરાજને એમના ગુરુદેવ, અખંડ બ્રહ્મચારી અને વસુધૈવ કુટુંબકમ” તેમ જ આત્મવત્ સર્વભૂતેષ એ બે મહા મંત્રોને આત્મસાત કરનાર શુકદેવજીએ એકાંતમાં બેસી એકદા આ ભાગવતકથામૃત પ્રેમથી પાઈ દીધું હતું એમ પ્રસ્તાવના કરીને હવે શાંત પ્રસન્નચિત્ત સૂતજીએ ભાગવતકથામૃત શરૂ કરતાં કહ્યું :
“એક વખત સનકાદિ ચાર વિશુદ્ધ ચિત્ત એવા બટુક ઋષિઓ સત્સંગ માટે બદરીવનમાં આવેલ વિશાલાપુરીના સ્થાનમાં આવ્યા. ત્યાં તો તેઓને અનાયાસે હાથમાં તંબૂર લઈને દેવર્ષિ નારદજી ભેટી ગયા. એટલે સનકાદિ ચાર બાલમુનિઓએ કહ્યું: “અરે ! મહાન મુનિ નારદજી! આજે આપનું હાં ઊતરી ગયેલું કેમ દેખાય છે ? આપ કયાંથી આવે છે ? અને હાંફળાફાંફળા થઈ આપ ક્યાં પધારી રહ્યા છો ? આપ જેવા અનાસક્ત ભૂનિમહારાજને આ જાતની હલકી ઉદાસીનતા શા માટે આવી શકે ? તરત જ નારદમુનિ મહારાજ ઝબક્યા : “જોકે દેખાવમાં તે બાલમુનિવરો દેખાએ છે, પરંતુ આપ જ્ઞાનવૃદ્ધ છે. તેથી જ આપ જાણવા છતાં અજાણુ થઈને પૂછે છે, એ હું જાણું ગયે છું. એમ છતાં આપ મારા મુખ દ્વારા બેલાવી જગતભરનું કલ્યાણ કરવા માંગો