________________
ભગવાન પધારે ત્યાં કહેને! શી કમી રહે? ભક્તિ ને જ્ઞાન-વૈરાગ્ય–ત્રિવેણી ત્યાં સ્વયં વહે ૨
એટલે જ કલિકાળે ભાગવત કથા તાણું વ્યાખ્યું માહાસ્ય સર્વત્ર, જે જિજ્ઞાસુ સુણે સહુ ૩
એક વખત નૈમિષારણયમાં ભગવત કથારસ પીવામાં તથા પાવામાં કુશળ એવા શ્રી મુનિવર શૌનકજીએ સૂતમુનિરાજને નમસ્કાર કરીને પૂછયું : “હે સૂત મુનિરાજજી ! આ વિષમતિવિષમ એવા કલિકાળમાં કૃપા કરી આપ એવું અગત્યનું સાધન બતાવે કે જેથી ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક સુખ અને રસાસ્વાદ મળે ! અને સદાકાળ ભગવાન કૃષ્ણ હાજરાહજૂર રહ્યા કરે !'
પ્રસન્નચિત્ત ગુરુદેવ સૂતજીએ કહ્યું: “હા, તમારી અતૂટ જિજ્ઞાસુ, અભીપ્સા અને પાત્રતા જોઈ નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યોને સમજીને પ્રાણીમાત્રમાં ઓતપ્રોત થઈ શકનાર અને જેઓ અનાસક્ત ગૃહસ્થ એવા રાજા જનકના સુશિષ્ય બની રહેનારા એવા અને પિતા કરતાં પુત્ર સવાયાની કહેણું સાર્થક કરનારા તેવા શ્રી શુકદેવજીએ જે રસધામ એવું ભાગવત કથામૃત પરીક્ષિત રાજાને પાયું છે, તે હું તમને જરૂર સંભળાવી શકીશ, કારણ કે તમે સાચા વિષ્ણવ છે અને જન્મ-જન્માંતરનાં પુથી સમૃદ્ધ છે. આ ભાગવતકથામૃત પીવા અમૃતના કળશ લઈ લઈને દેવો પણ ત્યાં હાજર થયેલા. અપાર ઋષિમુનિઓ તે ત્યાં હાજર હતા જ, જ્યારે દેએ કહ્યું : “આ સ્વર્ણામૃતના બદલામાં અમને ભાગવતનું કથામૃત સંભળાવો.' ત્યારે હસીને શુકદેવજીએ કહેલું: સ્વર્ગના અમૃતની તુલના ભાગવતકથાથી તમે કરે છે તે કદી થઈ શકે નહીં. ભક્તિની
ગ્યતા ન પામે તેઓને ભાગવતકથા સાંભળવાનો અધિકાર કયાંથી મળી શકે ? ટૂંકમાં દેવે પણ ભાગવતકથામૃતને સ્વર્ગીકૃત કરતાં