________________
४३
આપી ચક્રવતી છતાં એમણે ગુણ પ્રમાણે ગાદીની નવી પ્રણાલિકા પાડી સ્વપર-શ્રેયાથે શાસન છે તેવું ઉદાહરણ ઊભું કર્યું. એથી જ ભરત ચક્રવતીનાં તપત્યાગ વખણાય છે. એમના નામ પરથી આ વિશાળ ખંડનું નામ ભારત પડેલ છે.
- પરેપકારી રંતિદેવ જે વિશ્વ ભગવરૂપ, જીવ સો લઘુ કે ગુરુ; તે પછી સર્વના શ્રેયે, પિતાનું શ્રેય છે રહ્યું. રંતિદેવ તણું આવા, વિચારે જગ માન; હેયે ધરી સદા વતે, તે પામે સુખ સૌ જીવો. (પા. ર૯૫)
ભરતજીના દત્તકપુત્ર ભરદ્વાજના પુત્ર મન્યુને પાંચ પુત્રો હતા. તે પૈકી ચેથા પુત્ર નાના પુત્ર સંસ્કૃતિને ગુરુ અને રંતિદેવ નામે બે પુત્રો હતા. રંતિદેવ નીતિ-ન્યાયથી જે કાંઈ મળે તેની પણ માલિકી રાખ્યા વિના જરૂરિયાતવાળાને પતે ભૂખ્યા રહીને પણ દાન દેતા હતા. તેમની પરગજુ ભાવનાને રંગ તેના આખા પરિવારને લાગ્યો હતો. બધાં ભૂખનું દુઃખ જોયા વિના દાન દેવામાં ઘર હતાં. એક વખત અડતાલીસ દિવસ એવા ગયા કે અનાજનો દાણો તો ઠીક પણ પીવાનું પાણે પણ પીવા ન મળ્યું. એગણપચાસમે દિવસે સંકટ અને ભૂખ યાસના ત્રાસથી આખા પરિવારનાં શરીર ક્ષીણ થઈ કાંપતાં હતાં. તેવામાં ખીર, લાપસી ને પાણી મળ્યાં. જે એ પરિવાર ભોજન કરવા તત્પર થયે, તેવામાં બ્રાહ્મણ, શુક, કૂતરાપાલક અને ચાંડાલ એક પછી એક આવ્યા અને રંતિ દેવના પરિવારે પોતાનું ભોજન અને પાણી તેમને આપી દીધાં અને પોતે ભૂખ-તરસની રિબામણુ ધીરજથી સહન કરી. તેમનાં આ તપત્યાગથી ખુદ ભગવાન પ્રગટ થયા અને આખા પરિવારને ભગવાનને મય બનાવી દીધો.