________________
૪૧
યયાતિએ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને કૂવામાંથી બહાર કાઢી. પરિણામે તેની સાથે લગ્ન થયાં અને તેને કૂવામાં ધકેલી દેનાર રાજા વૃષપર્વાએ પિતાની પુત્રીને તેની દાસી તરીકે તેની સાથે ભૂલના પ્રાયશ્ચિતરૂપે મોકલી. દેવયાનીની ગર્ભાવસ્થા સમયે શર્મિષ્ઠા સાથે યયાતિનો સંબંધ બંધાતાં તે પણ ગર્ભવતી બની. આથી દેવયાની રિસાઈને પિયર ચાલી ગઈ. શુક્રાચાર્યે ગુસ્સામાં આવી જઈ યયાતિને આમ આયે : “તું બૂઢ થઈ જા.” રાજાને તુરત જ બુઢાપાએ ઘેરી લીધો. તેને દેવયાનીથી યદુ અને તુર્વસુ નામના બે પુત્રો થયા અને શર્મિષ્ઠાથી દુષુ, અનુ અને પુરુ થયા.
પુરની પિતૃભક્તિ તેમાં પુરુએ પિતાનું યૌવન આપી પિતાને બુઢાપ જાતે જ ભરયુવાનીમાં સ્વીકારી લીધો. તેને ત્યારથી માતાપિતા ખૂબ જ પ્રસન્ન અને ખુશી થયાં ને પુરુને શ્રદ્ધા હતી કે
પાત્ર અસત્ય પંથે જે, જાય તો પૂર્ણ અર્પણા;
ત્યાં ધરવા થકી અંતે, ઠેકાણે આવશે એકદા. (પા. ૨૮૪) પુરુની શ્રદ્ધા ફળી. યયાતિને સમય જતા વાસના ક્ષીણ થતાં વિચાર આવવા લાગ્યા કે,
અખંડ આનંદનું ધામ આત્મા; વિલાય ને ભોગ સદા ભજ્યાથી. ને વાસના ક્ષીણ થતાં ફરી, અહા !
આત્મા છતે થાય જ તે તજ્યાથી. (પા. ૨૭) આમ સમજી એણે પુત્રને જવાની પાછી આપી તેમજ ભૂમંડળની સત્તા સોંપી. તેના અન્ય ભાઈઓને પણ જુદા જુદા વિસ્તારનાં રાજ્ય સયાં. આ પુરૂવંશમાં દુવંત, ભરત ચક્રવતી અને દાનેશ્વરી રંતિદેવ જેવા મહાપુરુષે થયા.