________________
૩૮
ચંદ્રને ઠપ આપ્યો અને તારા બૃહસ્પતિને પાછી આપી. તારાને ચંદ્રથી બુધ નામનો પુત્ર થયો. તે બુધ સાથે મનુપુત્રી ઇલાનાં લગ્ન થયાં.
નરનારી ઐક્ય માટે હલાવતાર વાસનાક્ષય હેતુએ, ત્યાગદિશા રહી જતા જે; પુરુષે તે થઈ મોટા, જતા જ મોક્ષની ભણી. વિશ્વવાત્સલ્ય સંવેદી, વાંછે નારી-શરીરને;
તથા નર અને નારી, એક્ય-પ્રવેગ સે કરે. (પા. ૨૬૬)
મનુના પુત્ર ઇલાને કુદરતી રીતે નરનારી શરીર વારાફરતી ભેગવી વેદનદય-કમ ખપાવી વહેલાં મોક્ષ ભણી જવાને વેગ બને. નારી શરીરે સંપૂર્ણ વાત્સલ્ય અને નર-શરીરે સંપૂર્ણ પુરુષત્વને પ્રયોગ કરી નર-નારી ઐક્યની પાવની કથાનું ઈલા ઉદાહરણ છે. ઈલાને ચંદ્રપુત્ર બુધથી પુરૂરવા નામને મહાપરાક્રમી અને સૌન્દર્યવાન પુત્ર થયે, તેનાં રૂપગુણથી આકર્ષાઈ ઉવશી તેની સાથે પ્રણયથી જોડાઈ. તેનાથી તેને આયુ, શ્રેતાયુ, સત્યાગું, રાય, વિજય અને જય નામે છ પુત્રો થયા, વિજયને ભીમ, ભીમને પૌત્ર જાહૂનું ગંગાજીને ખોબામાં પી ગયો હતો. જનુને પુત્ર પુરુ હતો. પુરુની પાંચમી પેઢીએ ગાધિ થયા.
પરશુરામનું અવતારીકાર્ય ન્યાય-સસ્થાપન
ગાધિની પુત્રીનું નામ સત્યવતી હતું. સત્યવતીનું ઋચીક ઋષિ સાથે લગ્ન થયું હતું. એક વખત ઋષિપત્ની અને તેની માતાએ દરેકે પોતાને માટે ઋચિક ઋષિ પાસે પુત્રની માગણી કરી. તેથી અલગ અલગ મંત્રથી ઋષિએ બંને માટે ચરુ પકવ્યા પછી સ્નાન કરવા ગયા અને પાછળથી પુત્રી માટેને ચરુ માતાએ અને માતા માટે ચરુ પુત્રીએ આરોગતાં માતાના પેટે વિશ્વામિત્ર અને દીકરીના પેટે