________________
પિતાની બુદ્ધિ અને લજા આદિ ગુણોથી રામચંદ્રનું ચિત્ત ચોરી લીધું હતું જાણે શરીરે બે પણ દિલ તો એક જ હતું.
સત્ય ન્યાય વિશે નિષ્ઠ, આખો મર્ય સમાજ આ; ત્યાગથી જ રહે માટે, ત્યાગી શ્રેષ્ઠ પ્રભુથીયે. નિત્યે વિશ્વે વખાણ્યું છે, સંયમપ્રિય સેવ;
સંસ્થાગત રહી નિત્યે, ત્યાગે જાગૃતિ રાખત. (પા. ર૬૦) શ્રીરામે આખું ભૂમંડળ આચાર્ય તથા સંયમી બ્રાહ્મણોને દાનમાં આપી દીધું અને રામસીતા બંનેએ શરીર પરનાં વસ્ત્ર અને મંગલ અલંકારો જ રાખ્યાં. તેઓ બધાએ પ્રસન્ન થઈને રામને આખી પૃથ્વી પાછી સોંપી. રામે પિતૃભાવપૂર્વક રહી પ્રજાકલ્યાણ કર્યું. પ્રજામાં શીલ ને ત્યાગની નિષ્ઠા પૂરી રહે એટલે ચેડાંક દંપતીની વાતને કાને ધરી એમણે સીતાને ત્યાગ કરી રાજા તરીકે ધર્મ બરાબર પાળે, વાલમીકિ આશ્રમમાં સીતાપુત્ર લવ-કુશે બધી વિદ્યા શીખી, શ્રીરામનાં લશ્કર હરાવ્યાં, શ્રીરામ-લક્ષમણ પણ આ બાળકોના પરાક્રમથી આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે શસ્ત્રપ્રયાગથી કાર્ય પૂરું થતું નથી તો શું કરવું ? જે કાર્ય શસ્ત્રથી ન પત્યું તે શ્રીરામના હૃદયમાં પ્રગટેલ વાત્સલ્યથી પત્યું. તે બંને પુત્રોને સોંપી સતા શ્રીરામનું ધ્યાન ધરતાં ધરતાં પૃથ્વીમાં સમાઈ ગયાં. સતીજીના વિરહ પછી પિતાનું અવતારી કાર્ય પૂરું થયું માની શ્રીરામ પણ પરલોક પ્રયાણ કરી ગયા. એમણે માનવસમાજ ઉપરાંત રીંછ અને પશુ જેવા વા ૨ માનવેને પણ ઉદ્ધાર કરી પ્રતિષ્ઠા આપી. એમનો નિર્મળ યશ પાપોને નાશ કરે છે માટે ઋષિ-મહર્ષિ ને મુનિઓ રામનું શરણું ગ્રહણ કરી એમના જ નામનું સ્મરણ કરે છે.
ઇશ્વાકુ વંશનાં નર–૨ને છે દેહાદિ વિનાશી ત્યાં, માત્ર આત્મા સનાતન પાંપણમાં રહી નિમિ, એ યાદી દે ચિરંતન. (૫. ૨૬૩)