________________
૩૫
રામની ગેરહાજરીમાં ભરતે ઝૂંપડીમાં રહી ગાદી પર રામની પાદુકા મૂકી ટ્રસ્ટી તરીકે રામરાજ્યનું સંચાલન કર્યું. તેથી સંતબાલ કહે છે :
રાજતંત્ર અયોધ્યાનું, રહી ભરત ઝૂંપડે; ચલાવે ને બીજી બાજુ, લક્ષમણ વસે વને. નજીકમાં રહી એક, બંધુ રામ ઉપાસક્ત;
દૂર રહી બીજે બંધુ, રામર્તવ્ય સાધત. (પા. ૨૫૬) શુર્પણખાનું વેર વાળવા નિમિત્તે રાવણે સીતાનું હરણ કર્યું. રામે વિષ્ટિ કરી સીતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો પણ વિષ્ઠ રાવણ ન માન્યો. તેને ગર્વના હરણ માટે રામે યુદ્ધ ખેલ્યું, જેમાં તેને વધ કરી તેને ધૂળ ચાટતો કર્યો ને રાવણરાજ્યને વિનાશ કરી વિભીષણને રાજ્યધુરા સોંપી. ચૌદ વર્ષ પૂરાં થયાં હતાં એટલે પુષ્પક વિમાનમાં અમે ધ્યા પહેચ્યા. રામ-ભરત મિલન થયું. અયોધ્યાનગરી આનંદથી ઊભરાવા લાગી અને ગુરુજનો એ રામજીનો વિધિસર રાજ્યાભિષેક કર્યો.
કરે કુટુંબનાં કૃત્યો, નિલેપી રહી પ્રભુ; ફર્જ અદા કરે તેમ, નિર્મોહી માનવો સહુ. આખાય જગતને રામ, શાંતિસંદેશ ખાસ દે;
તેને જ રામના ભક્તો, આચરી અચરાવશે. (પા. ૨૫૮) શ્રીરામે સમસ્ત પ્રજાને સાથે રાખો કશા જ નાત-જાત કે રંગ વગેરેના ભેદભાવ રાખ્યા વિના પ્રજાકલ્પ શું કરવા માંડયું. સમસ્ત પ્રાણીઓને સુખ દેવાવાળા શ્રીરામના રાજવકાળમાં કાયાથી કે વયથી નહિ બલકે મનથી પણ નાના-મોટા જીવમાત્રને પિતાથી જરા પણ કષ્ટ થવા નથી દેતા. તેથી રોગ, ચિંતા, શોક, ભય, દુઃખનું નામ રઘુ ન હતું. એકપત્નીવ્રતધારી રામનું જીવન રાજર્ષિઓ જેવું કર્તવ્યપાલન, નિષ્પક્ષપાત, સત્યપાલન, સમતા અને સંયમથી આદર્શ ગૃહસ્થાશ્રમના ઉદાહરણરૂપ હતું અને સીતાજીએ પ્રેમથી, સેવાથી, શીલથી, વિનયથી,