________________
૩ ૩
માનીને વિશ્વામિત્રને આપેલા વચનના પાલન માટે પિતાની પટરાણી તારામતી અને પુત્ર રોહિતને ત્યાગ કર્યો હતો. રાણી અને પુત્રે રાજાના વચનપાલન માટે પોતાની જાત વેચીને દાસ-દાસી બનીને પણ સાથ આપ્યો. અંતે એ સત્ય શોભા પામ્યું. વિશ્વામિત્ર પ્રસન્ન થયા ને હરિશ્ચંદ્ર ઉદાહરણરૂપ બન્યા; કેમ કે એમણે પરમ સત્ય ને વ્યવહારુ સત્યને તાળે મેળવી આપ્યો હતો.
નિરપેક્ષ પરં સત્ય, સાપેક્ષ કૃતિમાં બને; તાળા બનેય સત્યને સૌના સાથ થકી મળે. (પા. ૨૪૬)
અવિરત તપ દ્વારા ગંગા-અવતરણ થતા જે પ્રભુપાદાથી, સંત ત્રિગુણાતીત; તે જ પાદથી જન્મેલાં, તેથી ગંગાજી પુનિત. પાપ હરાય ગંગાથી, સામાન્ય નરનાં પણ; ઋજુતા નમ્રતા શુદ્ધ, ભાવે સ્પ સુપાવન. (પા. ૨૪૯)
હરિચંદ્રના વંશમાં સગર થયો. સગરના સાઠ હજાર પુત્રોએ કપિમુનિ પર ખોટા આક્ષેપ મૂક્યો. તેના પરિણામે તે બળીને ખાખ થઈ ગયા, સગરપાત્ર અંશુમાને કપિલને પ્રસન્ન કરી યજ્ઞપશુને પ્રાપ્ત કરી અશ્વમેધ પૂરો કર્યો. ઉપરાંત ગંગાજીનું અવતરણ થાય તે તેના
સ્પર્શ દ્વારા તેના કાકા સગરપુત્રોને પણ ઉદ્ધાર થશે એવી મુનિપ્રેરણાથી અંશુમાને, તેના પુત્ર દિલીપે અને પૌત્ર ભગીરથે ત્રણ પેઢી અવિરત તપશ્ચર્યા કરી. ગંગાજીને અવનિમાં વહેતાં કર્યા અને સગરપુત્રને ઉદ્ધાર કર્યો. ત્રણ ત્રણ પેઢી સુધી અન્યના ઉદ્ધાર માટે ખાખ જેવા પ્રાણહીન થયેલાને પાવન કરાવવા જે પારમાર્થિક તપ થાય તે તપશ્ચર્યા ૩ વહેતી ગંગા જ જીવનને શુદ્ધ કરે છે, પાપને હર છે. પરમાર્થ તપનું પ્રત્યક્ષ પ્રતીક પ્રભુના પદકમળમાંથી પ્રગટતું હાવાથી શુદ્ધ ભાવે નમ્રતાથી પ્રભુના ચરણનું શરણ લેનાર તેને પ્રાપ્ત કરે છે.