________________
૩૦૧
પણ કહેવાય છે કે તેઓ ગસાધના કરે છે અને યોગીઓના સુપ્રસિદ્ધ સ્થાન “કલાપ” ગામમાં રહે છે. જયારે કલિયુગમાં ચંદ્રવંશને નાશ થશે, ત્યારે સત્યયુગના પ્રારંભમાં ફરીથી ચંદ્રવશની સ્થાપના કરશે. સંતનું રાજ દ્વારા ગંગાજીથી નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મ જન્મેલા. તેઓ સમસ્ત ધર્મજ્ઞામાં સર્વોચ્ચ અને ભગવાનના પરમ ભક્ત તથા પરમ જ્ઞાની હતા. તે સંસારના સમસ્ત વીરેના અગ્રગણ્ય નેતા હતા. એમણે પિતાના ગુરુ પરશુરામજીને સંતુષ્ટ કર્યા હતા. સંતનુને માછીરાજની કન્યા સત્યવતીથી બે પુત્રો થયેલા ઃ (૧) ચિત્રાંગદ (૨) વિચિત્રવીર્ય, ચિત્રાંગદને એ જ નામના ગાંધ મારી નાખેલા. આ જ સત્યવતીજીથી પ્રાશર ઋષિ દ્વારા મારા પિતા (જગશુરુ કહેવાતા) વ્યાસજીને જન્મ થયેલે, અને એ ભગવાનને કલાવતાર રૂપે સ્વયં ભગવાન કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. એમણે દેશની રક્ષા કરી. હે પરીક્ષિત! મેં એ મારા પિતાજીના શ્રીમુખે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ શ્રીમદ્ ભાગવતનું અધ્યયન કરેલું. ભાગવતપુરાણ તો ખરેખર પરમ ગોપનીય અને અત્યંત રહસ્યમય છે. એથી જ ભગવાન વ્યાસે પોતાના પરમ પ્રિય શિષ્ય “પેલ' આદિને એનું અધ્યયન ન કરાવતાં મને જ ભણાવ્યું. કારણ કે એક તે હું એમનો પુત્ર, વળી બીજા “શાન્તિ” આદિ ગુણો પણ એમણે વિશેષ પ્રમાણમાં મારામાં જોયા ! સંતનુના બીજા પુત્ર વિચિત્રવીર્યનાં લગ્ન કાશીરાજની અને પુત્રીઓઃ (૧) અંબિકા અને (૨) અંબાલિકા સાથે કરેલાં. ભીષ્મજી એ બન્નેને સ્વયંવરમાં બળપૂર્વક લાવીને કરેલાં. એ બન્નેમાં વિચિત્રવીર્ય રાજવી એટલા બધા આસ. ક્ત થયા કે એમાંથી એમને રાજયમાં થયેલા અને મૃત્યુ પામ્યા હતા. માતા સત્યવતીના કહેવાથી વ્યાસજીએ પોતાના એ સંતાનવિહીન મરેલા ભાઈ વિચિત્રવીર્યની પત્નીઓથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામના બે પુત્રી જન્માવ્યા અને એમની દાસીથા ત્રીજા પુત્ર વિદુરજીને જન્માવ્યા. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીથી સે દીકરા જમ્યા. તે પૈકી સૌથી મોટા હતા, તે જ દુર્યોધન, ઉપરાંત ગાંધારીને એક પુત્રી હતી.