________________
૩ ૦૦
ત્યાં અલબત્ત પ્રત્યક્ષ ગુરુને ચેગ જોઈએ; સ્વપુરુષાર્થ માંહેય પ્રભુ-ગુરુ કૃપા ખપે. ૨
કઠોર સાધના સિદ્ધ એવા સમર્થ જે કરે, સારું-માઠું ભલે તોયે, વિશ્વ–શ્રેયાર્થ તે ઠરે. ૩
શ્રી શુકદેવજી બેલ્યાઃ “...પરીક્ષિતજી ! ભર્યાશ્વના પુત્ર મદ્ગલને જે જેડકું જન્મેલું. તેમાં જે પુત્ર જન્મેલ; તે પુત્રનું નામ દિવોદાસ હતું, તે દિદાસના પુત્ર મિયુ હતા. મિચેયુના ચાર પુત્રો હતા. તેમનાં નામ : (૧) ચ્યવન (૨) સુદાસ (૩) સહદેવ અને (૪) સામક, સોમકના સો પુત્રો પૈકીનો માટે હતા, તેનું નામ હતું જતુ અને સૌથી નાનાનું નામ હતું પૃષત ! એ પૃષતને પુત્ર પદ થયો. તે દુપદની પુત્રીનું નામ દ્રૌપદી અને પુત્રનું નામ ધૃષ્ટદ્યુમ્ન વગેરે હતાં. ધૃષ્ટદ્યુમ્નને પુત્ર ધૃષ્ટકેતુ હતો. ભર્યાશ્વના વંશના થયેલા નરપતિએ પાંચાલ કહેવાયા. અજામીઢને એક પુત્ર હતો તેનું નામ ઋક્ષ હતું. ઋક્ષના પુત્ર સંવરણનું લગ્ન સૂર્યપુત્રી તપતી સાથે થયેલું. તેને જ પુત્ર તે કુરુક્ષેત્રને કુરુ થયેલ. કુરને ચાર પુત્ર થયેલા. તેના જ વંશમાં ચેદિપ તે ચેદિ દેશને રાજ થયે. વળી એ વંશમાં ચેદિપના મોટાભાઈ બૃહદ્રથનો વંશ લાંબો ચાલે. તેની જ એક ધર્મ પત્નીના ગર્ભમાં એક શરીરના બે ટુકડા ઉત્પન્ન થયા. એથી એ બહાર ફેંકાઈ ગયેલા, પરંતુ જરા નામની એક રાક્ષસીએ આ બન્ને ટુકડાઓને “જીવો ! જીવે !! એમ કહી સાંધી નાખેલા. તેથી જ એ બાળકનું નામ જરાસંઘ પડેલું. કુરુપુત્ર પરીક્ષિતને તે કોઈ સંતાન ન હતું, પરંતુ કુરુપુત્ર જદુનનો વંશ ચાલ્યો. તે વંશમાં પ્રતીપરાજા થયા. પ્રતીપરાજાને ત્રણ પુત્રો હતા ઃ (૧) દેવાપિ (૨) સંતનુ અને (૩)વાહનીક, દેવાપિ રાજ્યવારસો (પિતૃ રાજ્યવારસ) છોડી જગલમાં ચાલ્યા ગયેલા. તેઓ બ્રાહ્મછે ને નિમિત્તે વૈદિક માર્ગથી ભલે વિચલિત થયા, એમ છતાં આજે