________________
૨૯૯
અજમીઠની બીજી એક પત્નીનું નામ નતિની હતું. તેના ગર્ભે નલ નામનો પુત્ર જન્મેલ. આ વંશમાં મર્યાશ્વ નામને રાજવી થયેલે. તેમના પાંચ પુત્રો થયા ઃ (૧) મુગલ (૨) કવીનર (૩) બુદિષ (૪) કાંપિલ્ય અને (૫) સંજય. આ પાંચને લીધે પંચાલ નામ પડ્યું, આ મુગલના નામ પર જ બ્રાહ્મણ ગોત્રમાં મૌલ્ય ગૌત્ર પ્રચલિત થયું છે. તે મુદ્દગલનું એક સંતાનજોડું જમ્યું. જેમાં એક પુત્ર, તેનું નામ દિવોદાસ તથા એક કન્યા, તેનું નામ અહલ્યા, જેનું લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયેલું. ગૌતમના પુત્ર શતાનંદ. એ શતાનંદના પુત્ર સત્યધૃતિના પુત્રનું નામ શરદ્વાન હતું. ઉર્વશી અસરામાં એ મહાયો, તેમાંથી બે બાળક થયાં : (૧) પુત્રનું નામ કૃપાચાર્ય, આગળ જતાં મશદુર થયા અને (૨) કૃપી કન્યા હતી, તે દ્રોણાચાર્યની આગળ જતાં પત્ની બની. અહીં લગી મેં થોડું ભરતવંશ વર્ણન કર્યું, જેથી હે પરીક્ષિત રાજ! એ ખ્યાલ આવ્યા હશે કે ક્ષત્રિયમાંથી ગુણવિકાસે બ્રાહ્મણ જરૂર બની શકાય છે જ. એ જ રીતે સ્વગીય અસિરાઓ સાથે પણ માનવીય સંબધ અને એની પ્રજા થઈ શકે છે. ઋષિઓ સાથે પણ એ કાળમાં ક્ષત્રિય કન્યાઓનાં લગ્ન થતાં જ હતાં. આમ ગૃહસ્થાશ્રમીથી માંડીને ઋષિમુનિઓના સુધ્ધાં લેહસંબંધ નીપજેલા છે ! આ રીતે માનવ જતમાં અનેક પ્રકારના પ્રયોગો થયા જ કર્યા છે !'
મહાભારતનાં પાત્રો
અનુટુપ
સજીવન શબે થાય, શ્રી ભગવત્કૃપા વડે, તે પછી આત્મવત્ હૈયાં, કેમ ના પલટી શકે? ૧