________________
૨૯૮
ગાર્મેનો બ્રાહ્મણવંશ
અનુટુપ
ક્ષત્રિય રક્ત-સંબંધ, સ્વર્ગીય અપ્સરા થકી; નીપજ્યા એક બાજુએ, તેમ ઋષિગણે થકી. ૧ નીપજ્યા અન્ય બાજુએ, તેથી ઉભય વર્ણનો; થયો વિકાસ એ બેથી, ક્રમશઃ મત્યે જાતને. ૨
બ્રહ્મચારી શુકદેવજી બેલ્યાઃ “પરીક્ષિત રાજન ! મન્યુપુત્ર ગર્ગથી શનિ અને શનિથી માગ્યને જન્મ થયે હતો. જો કે આમ તે ગાર્બે ક્ષત્રિય હતા. છતાં એમની બ્રાહ્મણગુણ-પ્રાતિને કારણે એના થકી બ્રાહ્મણવંશ ચ ૯ ગણાય. એમ એમના એ બ્રાહ્મણ વંશમાં મહાવીર્ય થયો અને એને પુત્ર દુરિતક્ષય થશે.
દુરિતક્ષયના ત્રણ પુત્રો થયા ઃ (૧) ત્રચ્યારુણિ (૨) કવિ અને (૩) પુષ્કરારુણિ, એ ત્રણેય બ્રાહ્મણ જ ગણાય ! બીજી બાજુ બૃહતક્ષત્રને પુત્ર હસ્તી થયો, જેણે હસ્તિનાપુર વસાવ્યું હતું. તેના ત્રણ પુત્રો થયા ઃ (૧) અજમઢ (૨) દ્વિમીઢ અને (૩) પુરુમીઢ. અજમીઠના પુત્રોમાં પ્રિયમેધ આદિ બ્રાહ્મણ થયા. આ જ અજમઢના એક પુત્રનું નામ બહદિધુ હતું. તે બહદિષનો પુત્ર બૃહદૂધનું થયું. બ્રહદ્ધનુનો બહતકાર્ય અને બહત કાર્યનો પુત્ર જયદ્રથ થયેલે. એને વિશદ, પછી સેનજિત અને સેનજિતના ચાર પુત્રો થયા. આવો ક્રમશઃ બૃહદિધુને વંશ વર્ણવાય છે. એ જ રીતે દિમઢનો વંશ પણ સારે ચાલે. તે વંશમાં જે હિરણ્યનાભ થયો તેણે યોગવિદ્યા પ્રાપ્ત કરેલી અને “પ્રશ્યસામ” નામે ઋચાઓની છ સંહિતાઓ પણ કરી હતી. દિમઢના ભાઈ પુરુમીઢને કાંઈ સંતાન નહેતું થયું.