________________
૨૯૭
રતિદેવના મુખમાંથી અદ્દભુત વાણી સરી પડી : “હું ભગવાનની આઠેય સિદ્ધિઓથી યુક્ત પરમ ગતિ નથી ચાહતે. બીજુ તો શું, મેક્ષની ઈચ્છા પણ નથી કરતું. હું માત્ર ચાહું છું તો તે) એટલું જ કે દુનિયાભરનાં પ્રાણીઓના હૃદયમાં એ રીતે સ્થિર થઈ જાઉં કે બધા જીનું દુઃખ હું જ સહન કરું, જેથી બીજા કઈ પણ પ્રાણીને દુઃખ લગારેય ન રહે ! આ અતિ પિપાસુ માનવી પાણી પીને જીવવા ઈચ્છતા હતા. અમારું પણ એને આપી દેવાથી એના જીવની રક્ષા થઈ તે હવે મારી અને મારાં આ કુટુંબીજનોની ભૂખતરસની પીડા, ભૂખતરસની શરીર-શિથિલતા, ગ્લાનિ, શેક, ખેદ, મેહ એ બધું જ જતું રહ્યું ! હું અને કુટુંબીઓ સુખી સુખી થઈ ગયાં!' આમ કહી રંતિદેવે પેલું વધેલું બધું જ પાણી એ ચાંડાલને આપી દીધું. જો કે પાણી વિના રંતિદેવ અને તેનાં કુટુંબીજને મરતાં હતાં, છતાં પણ સહજ સ્વભાવે તેઓ બધાં એટલાં કરુણા હતાં કે બધુંય આપ્યા વિના તેઓ (બધા) રહી જ ન શકયાં ! અહા, કેવી અખૂટ ધીરજ ! પરીક્ષિતજી ! આ બધાં અતિથિઓ ખરેખર તે અતિથિ નહેતાં, ઈશ્વરીય માથાનાં જુદાં જુદાં રૂપ જ હતાં. મતલબ ખુદ ભગવાન જ ત્યાં આવી પહોંચ્યા હતા ! હવે જેવી કસોટી પૂરી થઈ કે તરત ભગવાનનાં ત્રણેય સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ થયાં અને પરાણે માગવા કહ્યું, પણ રંતિદેવને ભગવાન ખુદ મળ્યા પછી બીજું શું માગવાનું હોય? તેઓ અનાસક્ત બની ભગવાનમાં લીન બની ગયા. સંતદેવનાં એ બધાં કુટુંબીજને પણ ભગવાનમય બની રહ્યાં.”