________________
૨૯૪
લીધા ! હાથી-ઘડાઓ પણ ઘણું ઘણું દાનમાં અપાયા હતા. આવું ન કોઈ રાજા કરી શકયા હતા અને ન કઈ કરી શકશે ! હાથથી
સ્વર્ગ–સ્પર્શ શું કઈ કરી શકે ? પણ એણે એ કરી બતાવ્યું હતું ! રાજા ભરતે દેવોને હરાવી રસાતલમાં જે દેવાંગનાઓ અસુરે લઈ ગયા હતા, તેમને પણ તેણે જ છેડાવી હતી ! તેણે વર્ષો લગી એક છત્રી શાસન ચલાવ્યું. પૃથ્વી-આકાશ જાણે મિત્ર બનીને રહી શક્યાં. પરંતુ આટલું બધું ભેગમય અશ્વર્ય પણ ભરતને લોભાવી ન શક્યું. આખરે સંસારથી તેણે ઉદાસીન બનીને ભેગમય અશ્વ કરતાં આત્મમય એશ્વર્ય અનેકગણું ચઢિયાતું છે, તે તેણે સિદ્ધ કરી આપ્યું. સંસારી ગૃહસ્થાશ્રમમાં વિદર્ભરાજની ત્રણ કન્યાઓ ભરત સમ્રાટની પત્નીઓ હતી. પણ તેમનાં સંતાન ભરત સમાન ન થઈ શક્યાં. તેઓ ભારતને માત્ર પતિ તરીકે જ નહીં, પોતાના સર્વસ્વરૂપે માનતી હતી; તેથી સંતાનને તજી શકેલી. મરુત સમયજ્ઞથી રાજી થઈ મરુદ્ગણેએ ભરતને ભરદ્વાજ નામના મહાન પુત્ર આમૂળે તો આ પુત્ર બૃહસ્પતિજીના ભાઈ ઉતથ્યની પત્ની મમતામાં બૃહસ્પતિ ઔરસ અને ઉતથ્યને ક્ષેત્રજ એમ બંનેને પુત્ર હોવાથી એનું નામ ભારદ્વાજ પડેલું. એને ઉકેર અને પાલન– પિષણ મરુદ્ગણોએ કરેલું. તે જ ભરતને વંશ રાખનાર દત્તકપુત્ર બની રહ્યો !
૨તિદેવ
અનુટુપ પિતા જેવા બને સંગી, અહંતા-મમતા વચ્ચે; દીવા થકી બીજે દીવે, જે રીતે પ્રગટડ્યા કરે. ૨