________________
૨૮૩
વિભોરતાથી શકુંતલા મહારાણપણે અને ભરત મહારાજ કુમારપણે વિકસવા લાગ્યાં.”
ભરત ચક્રવતી જગે ભરતને જન્મ થયો દુષ્યતરાજથી; મહાકાર્યો સીઝજ્યાં તેનાં, આખરે તપત્યાગથી. ૧ સમને નથી દોષ, કેમ કે તેમનાં બધાં કાર્યો સ્વપર–શ્રેયાર્થે, એકેએક જ સીઝતાં. ૨
બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “રાજા પરીક્ષિત ! પિતા દુષ્કતના મૃત્યુ પછી પરમ યશસ્વી બાળક ભરત ચક્રવતી સમ્રાટ થયો. એનો જન્મ જ ખુદ જગતપિતા ભગવાનના અંશથી થયો હતો. આથી આજ પણ સારી પૃથ્વી પર એનું મહિમાગીત પ્રેમથી ગવાય છે. એના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન હતું અને પગમાં કમલકેશનું ચિન કુદરતી હતું ! મહાભિષેકવિધિથી રાજાધિરાજના પદ પર એને અભિષેક થયો. ભરતની શક્તિ અપાર હતી. ભારતે મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવી ગંગાતટ પર ગંગાસાગરથી માંડીને ગંગાત્રી પર્યત પંચાવન જેટલા પવિત્ર અશ્વમેધ યજ્ઞ કર્યા. એ રીતે યમુનાતટ પર પણ પ્રયાગથી માંડી યમુનેત્રી લગી એણે અઠ્ઠોતેર અશ્વમેધ યજ્ઞ કર્યા. એ બધા યમાં અપાર ધનરાશિનું એણે દાન કરેલું. ભારતનું યજ્ઞસંબંધી અગ્નિસ્થાપન ઉત્તમ ગુણવાળા સ્થાનમાં થયેલું. ત્યાં ભરતે પ્રત્યેક બ્રાહ્મણને એક એક સુંદર ગાય અપેલી. આવા મહાયજ્ઞોથી આ લેકમાં તે રાજા ભરતને “પરમ યજ્ઞ” બિરુદ મળ્યું જ. અંતમાં એણે માયા પર પણ વિજય મેળવી લીધો અને દેવોના પરમ ગુરુ ભગવાન શ્રીહરિને પણ પ્રાપ્ત કરી