________________
૨૯૫
જે વિશ્વે ભગવરૂપ, જીવા સૌ લઘુ કે ગુરુ; તા પછી સર્વનાં શ્રેયે, પેાતાનું શ્રેય છે રહ્યું. ૨
રતિદેવ તણા આવા વિચારા જગ-માનવે; હુંચે ધરી સદા વતે ! તે પામે સુખ સૌ જીવેા. ૩
tt
નૈષ્ઠિક બ્રહ્મચારી શુકદેવજી ખાલ્યા : “પરીક્ષિત ! (ભરતજીના દત્તકપુત્ર) વિતથ અથવા ભરદ્વાજના એક જ પુત્ર મન્યુ હતેા. તે મૃત્યુના પાંચ પુત્રો હતા : (૧) ગૃહક્ષત્ર (૨) જય (૩) મહાવીય (૪) નર અને (૫) ગ. તે પૈકી નર (ચેાથા)ને પુત્ર હતા. સંસ્કૃતિ અને સંસ્કૃતિના ક્રમશઃ બે પુત્રો હતા : એક ગુરુ અને ખીજ રતિદેવ. અરે પરીક્ષિતજી! એરતિદેવને નિર્મલ યશ આ લેક ઉપરાંત પરલેકમાં પણ ગવાયા કરતા, તેએ ધન કમાવા માટે કેાઈ વિશેષ ઉદ્યોગ કરતા નહેાતા, કુદરતી રીતે જે કાંઈ મળી જતું, તે તે જ સ્વીકારીને ચાલતા. વળી આવી રીતે નીતિન્યાયથી કુદરતી જે કાંઈ મળી જતું તેની પણ માલિકી રાખ્યા વગર ખીજાએ (જરૂરિયાતવાળાએ)ને આપી દેતા હતા અને વસ્તુ મળવા છતાં દાનમાં ને દાનમાં પેતે તે ભૂખ્યા પણ ઘણી વાર રહી જતા હતા ! તેમે જેમ પરિગ્રહ ન રાખતા, તેમ પરિગ્રહવૃત્તિ પણ ન રાખતા. મમતારહિતપણું એ એમના સહજ ગુણ બનેલા. એમના હૈયામાં અનહદ ધીરજ હતી. રાંદેવની આ પરગજુ સહજ ભાવનાને રંગ એમના કુટુંબનાં નાનાં-મોટાં સૌમાં એકસરખા લાગેલા; દીવે દીવા પ્રગટે છે, તેમ કસેાટી પણ સેાનાની જ થાય ને? કથારની કસેટી થાડી જ થાય છે ! એક વખત તેા લગાતાર અડતાલીસ દિવસ તા એવા વીત્યા કે એમને અનાજના દાણા તા ઠીક પણ પાવળુ પાણી સુધ્ધાં પીવા ન મળ્યું. એગણુપચ્ચાસમે દિવસે સવારમાં જ રતિદેવને કાંઈક ખાર, લાપસી અને પાણી મળ્યાં. આખું કુટુંક જ