________________
હું મુનિમાની મથામુનિ બને છે. તે નારાયણનાં સેવા અને સમપણની ભાડાસાધના પાસે મારું તપસ્વીપણું અને મુનિપણું વામણું બની શું છે, કેમ કે
ત્યારે તપે તે પૂર્ણ, મુનિ પછી મહામુનિ, થવા નિસર્ગ સંયોગે, જે વર્ષ કૃપા કરી. (પા. ૨૩૪)
નાભાગની વ્યનિષ્ઠા મનુપુત્ર નભાગનો સૌથી નાનો દીકરો નાભાગ ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ તેના ભાઈઓએ પૈતક સંપત્તિ વહેંચી લઈ તેના માટે કાંઈ જ ન રાખ્યું. નાભાગે પિતાને વાત કરી. પિતાએ હ્યુંઃ “આંગિરસ ગ્રાહ્મણે યજ્ઞ કરે છે. તું જે વૈશ્વદેવ સંબંધી સમાધાન તેમને આપશે તો તેઓ યજ્ઞધન તને આપી દેશે.” અને ખરેખર તેમ જ બન્યું પણ. જો તે ધન લેવા જાય છે તે જ એક કાળા રંગના માનવીએ કહ્યું : “આ ધન મારે છે. તે માટે તારા પિતા જે નિર્ણય આપે તે મને માન્ય છે. નિષ્પક્ષપાતપણે ન્યાય દેવામાં સત્યનું પાલન થાય તે જ રાજ્યનીતિમાં સત્યનું સ્થાપન થાય. તે ન્યાયે નભાગે યા ભાગ રુદ્રને છે તેમ સ્વીકારી રુદ્ર દેવની તરફેણમાં ન્યાય આપે. નાભાગે રુદ્રદેવને પ્રણામ કરી તેમની ક્ષમા માગી, તે ધન તેમને અર્પણ કર્યું. તેણે દારિદ્રય મળે તો તેને વધાવી લીધું. તેની બ્રહ્મનિષ્ઠાથી પ્રસન્ન થઈ રુદ્રદેવે બધું ધન તેને અર્પણ કરી દીધું. આમ નાભાગે ન્યાયનીતિ સભર સત્યનું સ્થાપન કર્યું. તેને સાર આપતાં સંતબાલ કહે છે:
ન્યાય નીતિ અને સત્ય, સાચવશે જે સ્વભાવથી; પામે દારિદ્રય તે તે, પામશે સુખ કાયમી. (પા. ૨૩૯)
અંબરીષની પ્રભુભકિત નાભાગના પુત્ર અંબરીષે પિતાના જ્ઞાનવારસાને પચાવી પિતાના