________________
૨૮૨ અજાણતાં દેવયાનીના વસ્ત્રને પિતાનું સમજીને પહેરી લીધું. એને લીધે દેવયાની આગની જેમ દેધથી ભરપૂર બનીને ભભૂકી ઊઠી અને બોલી પડી : “આ જુઓ તો ખરાં ! આ દાસીએ કેવું અનુચિત કામ કરી નાખ્યું ! રામ ! રામ ! ! જેમ કૂતરી યજ્ઞમાંનું બલિ ઉપાડી જાય, તેમ એણે મારું વસ્ત્ર પહેરી લીધું ! જે બ્રાહ્મણોએ તપોબળથી આ સંસારનું સર્જન કર્યું, જેઓ પરમ પુરુષ પરમામાના મુખરૂપ છે, જેઓ પોતાના હૃદયમાં પરમાત્માને ધારણ કરી રાખે છે, જેમણે સકળ જીવોના કલ્યાણાર્થે વૈદિક માર્ગ દેખાડ્યો છે, વિશેષ તે શું બલકે લક્ષ્મીજીના એકમાત્ર આશ્રયસ્થાન એવા પરમ પાવન વિશ્વાત્મા ખુદ ભગવાન સુધ્ધાં જે બ્રાહ્મણોનું વંદન સ્તવન કરે છે, તે બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ એવા અમે ભગુવંશીય બ્રાહ્મણે છીએ; જયારે આ (શનિષ્ઠા)નો બાપ પોતે અસુર છે, વળી અમારો શિષ્ય પણ છે. આમ હેવા છતાં આ દુષ્ટા શર્મિષ્ઠાએ જેમ શદ્ર વેદ ભણી લે, તેમ મારું વસ્ત્ર પહેરી લીધું છે ! ! આમ, ફાવે તેમ દેવયાની ગાળો દેવા લાગી ગઈ, ત્યારે શર્મિષ્ઠા પણ ક્રોધથી રાતી પીળી થઈ ગઈ, નાગણુની માફક લાંબા લાંબે શ્વાસ લેવા લાગી ગઈ. એણે પોતાના દાંતથી હોઠે દબાવ્યા ને તે પણ બોલવા લાગી ગઈ ઃ “. . ભિખારણ ! તું આટલી બધી બહેકી ઊઠી છે, તે તને તારી વાતને દેઈ ખ્યાલ છે ખરે જેમ કાગડા-કૂતર અમારા દરવાજા પર રોટલાના ટુકડા તરફ તાકતા રહે છે, તેમ તમે લેકે પણ શું તાકતા નથી રહેતા ?' આ પ્રકારે શર્મિષ્ઠાએ કડવી કડવી વાતો કરીને ગુર૫ત્રી દેવયાનીને તિરસ્કાર કર્યો અને ધવશ એનાં વસ્ત્ર છીનવીને કૂવામાં હડસેલી દીધી. પછી શર્મિષ્ઠા તે ચાલી ગઈ, પણ અહીં કૂવામાં પાણી કેડ સમાણું જ હતું. તેવામાં યયાતિરાજા શિકારને નિમિત્તે ફરતા ફરતા આ સ્થળે આવી પૂગ્યા. એમને તરસ લાગેલી, એથી એમણે કુવામાં જોયું. ત્યાં તે તેમાં પડેલી પિલી કન્યા દેવયાનીને જોઈ. તે વખતે તે વસ્ત્રરહિત હતી એટલે પિતાને દુપટ્ટો