________________
૨૭૯
ને મોટા ભાઈ બની રહ્યો અને વિશ્વામિત્રજી પિતાની આજ્ઞા માનનારા આ બધા પુત્રો પર રાજીરાજી થઈ ગયા અને બોલ્યા : “તમે બધાએ મારા વચનનું સન્માન કરી મારા સ્વમાનની રક્ષા કરી, તેથી ખરેખર તમારા જેવા સુપુત્રો પામી હું ધન્ય થયે છું. હું તમેને આશિષ આપું છું કે તમને પણ સુપુત્રો જ મળવાના. પ્યારા સપૂતો ! આ શુનઃ શેપ પણ તમારા જ ગોત્રને છે. તમે એની આજ્ઞામાં રહેજે ! તમારું કલ્યાણ થાઓ !” રાજન પરીક્ષિત ! વિશ્વામિત્રજીને પેલા એક એકથી બીજા પુત્રો હતા, જેમનાં નામ અષ્ટક, હારીત, જય અને ક્રતુમાન વગેરે હતાં. આમ વિશ્વામિત્રજીનાં સતાનામાંથી આ કૌશિક ગેત્રમાં કેટલાયે ભેદ પડી ગયા અને આ શુનઃશેપને મોટે ભાઈ માનવાને કારણે એને પ્રકાર જ કાંઈક બીજો થઈ ગયે ! પરીક્ષિત ! પુરૂરવાના એક પુત્રનું નામ હતું આયુ. આયુને પાંચ પુત્રો થયા હતા : નહુષ, ક્ષત્ર, રજિ, શક્તિશાળી રંભ અને અનેના. ક્ષત્રવૃદ્ધને પુત્ર સુહાત્ર હતો. સુહેત્રના ત્રણ પુત્રો. તેમાં સૌથી નાને હતો મૃત્સમદ. તેને પુત્ર શુનક થયો. આ શુનકના જ પુત્ર થયા ઋગવેદિયોમાં શ્રેષ્ઠ એવા મુનિવર શૌનકજી ! સહેત્રના બીજા પુત્ર કાશ્યનો પુત્ર કાશિ થશે. કાશિને રાષ્ટ્ર, રાષ્ટ્રને દીર્ઘતમાં અને દીર્ઘતમાના પુત્ર ધવંતરિ થયા. આયુર્વેદ-પ્રવર્તક ગણાય છે તે ધવંતરિ આ જ. તેઓ યજ્ઞમાત્રના ભોક્તા અને ભગવાન વાસુદેવના અંશ છે, તેથી જ એમનું સ્મરણમાત્ર સર્વ રોગનાશક બની શકે છે. ધનવંતરિની પેઢીમાં ઘુમાન થયા. તેઓ કુવલયાશ્વ વગેરે નામે પણ જાણીતા છે, તે ઘુમાનના અલક વગેરે થયા. પરીક્ષિત ! આ અલર્કના જેટલું યુવાની જાળવીને લાંબાં વર્ષો લગી કોઈ રાજાએ રાજ્ય નથી ભોગવ્યું ! એવા ક્ષત્રવૃદ્ધના વંશમાં કાશિથી પેદા થયેલા નરપતિઓ થયા. એવી જ રીતે રજિએ પણ દેવાની પ્રાર્થના કરી દૈત્યોને પરાજિત કર્યા હતા અને ઈદ્રને સ્વર્ગનું રાજ્ય અપાવ્યું હતું. અત્રે તેમને ખોળે જ રક્ષાભાર પેલો, પણ રજિના