________________
ર૭૬ અને આશ્રમ પર જમદગ્નિ ઋષિ સિવાય કોઈ પુરુષ ન હતો. તે તકને દૂર્લાભ લઈ તે સહસ્ત્રબાહુ અજનના પુત્રો આશ્રમમાં એકાએક પહોંચી ગયા. જમદગ્નિ મહર્ષિ સાવ એકલા અગ્નિશાળામાં બેઠેલા હતા અને સમસ્ત વૃત્તિઓ સાથે એકમાત્ર ભગવાનના જ ચિન્તનમાં મગ્ન થઈ ગયા હતા. એમને બહારની કાંઈ સુધબુધ નહોતી. એ જ સમયે પેલા પાપીઓએ જમદગ્નિ ઋષિને તત્કાળ મારી નાખ્યા ! એ બધાઓએ પહેલેથી જ વૌરાગ્નિ સમાવવા આવી જાતને નિશ્ચય ક્યારેય કરી નાખ્યું હતું. તેથી ભગવાન પરશુરામનાં પૂન્ય માતાજી રેણુકા ખૂબ કરગર્યા. આ નિર્દોષ ઋષિને નાહકના કાં મારી નાખે છે ? પરંતુ એ બધાઓએ આ મહાનઋષિ પત્નીની એક વાત સાંભળી જ નહીં અને બળપૂર્વક મહર્ષિનું માથું કાપી સાથે જ લઈ ગયા. પરીક્ષિત ! વસ્તુતઃ જોઈએ તે તે નીચ ક્ષત્રિય અત્યંત કર હતા. સતી રેણુકા તે દુઃખ અને શેકથી આતુર બની ગયાં, એટલું જ નહીં બલકે છાતી અને માથું પટકી પટકીને જોરશોરથી રડવા લાગી ગયાં. એ મારા પરશુરામ! તું જ્યાં ગયે હા, ત્યાંથી જલદી જલદી અહીં આવી જ ! અને પરશુરામજીએ માતુશ્રીનું આ રૂદન સાંભળીને ત્યાંથી દેટ મૂકી ઝટપટ આશ્રમમાં આવી ગયા અને પિતાજીની આ દશા થયેલી જોઈ, તેઓ સુધાં ખૂબ ખૂબ વ્યાકુળ બની ગયા. જોરથી બોલી બોલીને મોટે મોટેથી રડવા લાગી ગયા. આ રીતે પરશુરામ ઘણું ઘણું દુઃખી તે થયા જ પણ સાથે સાથે તેના ગુસ્સાને પાર ન રહ્યો અને પિતાજીનું શબરૂપ બનેલું શરીર પોતાના ભાઈઓને સોંપી દીધું. પોતે પરશુ ઉઠાવી ક્ષત્રિયોને સંહાર કરવાને નિશ્ચય આપમેળે તરત કરી લીધે અને ત્યાંથી ચાલી નીકળ્યા. આમ પરીક્ષિત ! પરશુરામે તે માહિષ્મતી નગરીમાં જઈને સહસ્ત્રબાહુ અજુનના પુત્રોનાં માથાંઓ કાપી કાપી નગરીની વચ્ચે વચ્ચે એક મોટો ભારે પર્વત જ ઊભે કરી દીધા. જો કે માહિષ્મતી નગરીની શોભા તો બ્રાહ્મણઘાતી એ