________________
૨૭૪
એટલું કહી બ્રહ્મચારી શુકદેવજી ફરી પાછા બોલ્યા: “આ એક દહાડાની વાત છે ! પરશુરામનાં પૂજય માતાજી રેણુકાજી ગંગાતટ પર ગયાં હતાં! એમણે જોયું કે ગંધર્વરાજ ચિત્રરથ કમળફૂલોની માળા પહેરીને અસરાઓ સાથે જલક્રીડા કરી રહ્યા હતા. આમ તે રેણુકા ગંગાતટે પાણું ભરવા આવેલ, પરંતુ આ ગંધર્વરાજ અને અપ્સરાઓની જલક્રીડા જોવામાં એવી સશગૂલ બની ગયાં કે પોતે પાણી ભરવા આવ્યાં છે એ વાત જ ભુલાઈ ગઈ! અહીં આશ્રમમાં પતિદેવને હવન કરવાનો સમય થઈ ગયો છે, એ રેણુકાને ભાન જ ન રહ્યું ! એટલું નહીં બલકે ગંધર્વરાજ ચિત્રરથ પર એનું મન પણ કઈક ખેંચાઈ ગયું હતું. હવે હવનનો સમય તે વીતી ચૂકેલો. તે જમદગ્નિ મુનિ રખે શાપ દેશે! આ માને તે ભીલી પડી ગયાં! એટલું જ નહીં બલકે ભયભીત પણ બની ગયાં ! ચૂપચાપ ઝટપટ તે આશ્રમ પર આવ્યાં. એક કોર પાણી મૂકી, હાથ જોડીને પતિ પાસે તે ઊભાં રહી ગયાં. જમદગ્નિ મુનિએ રેણુકાને. માનસિક વ્યભિચાર જાણું લીધે. અને ક્રોધાતુર થઈ એકદમ બોલી ઊઠયા : મારા વહાલા પુત્રો ! આ પાપણીને તમે મારી જ નાખો. પણ આ આજ્ઞા ત્યાં ઉપસ્થિત જમદગ્નિપુત્રામાંના કોઈએ સ્વીકારી નહીં, પરંતુ પરશુરામજીએ એવી આશા પણ અક્ષરશઃ માની તરત માતા અને સાથોસાથ બધા ભાઈઓને પણ મારી નાખ્યા. કારણ કે તેઓ (પરશુરામજી) પોતાના પિતાશ્રી જમદગ્નિના યોગ અને તપનો પ્રભાવ પૂરેપૂરે જાણતા જ હતા ! પરશુરામજીના કૃત્યથી જમદગ્નિ મુનિ ખુશ થઈ ગયા અને પ્રસન્ન થઈને કહ્યું : 'બેટા ! તારી જે કાંઈ ઈચ્છા હોય તે તું મારી પાસેથી હવે જલદી માગી લે ' તક જોઈને પરશુરામજી તરત બોલ્યા: “બસ, પિતાજી ! મારે બીજુ શું સવિશેષ માગવાનું હોય ? મારાં પૂજ્ય માતુશ્રી અને મારા સ્નેહભાજન બધા ભાઈઓ પાછા હતા. તે જ રીતે સજીવન થઈ જાય ! એટલું જ મારે માગવાનું છે. આપ કૃપા કરી