________________
૨૭ર
(રાવને પકડી લીધેલે અને પોતાની માહિતી નગરીમાં કેદ પણ કરે, પણ પુલત્યજીના કહેવાથી હાડેલ. એક દિવસ સહસ્ત્રબાહુ અર્જુન શિકાર ખેલવા જંગલમાં નીકળી ગયા હતા. દેવવશ તે જમદગ્નિ મુનિના આશ્રમે પહોંચ્યા. ત્યાં કામધેનુ હતી.
કામધેનુને લીધે તે આશ્રમને વૈભવ દેખાય અને હૈહયાધિપતિ સહસ્ત્રબાહુ અર્જુનની દાનત બગડી ! માગ્યા વગર જ એ કામધેનુ એમણે પડાવી લીધી. આશ્રમ પર બહારથી આવ્યા પછી પરશુરામે આ જાણ્યું એથી ચેટ લાગી ગઈ. હજુ સહસ્ત્રબાહુ અજુન નગરીમાં પહેાંચે તે પહેલા જ ત્યાં પરશુરામજી પહોંચી ગયા. એમના શરીર પર કાળું મૃગચર્મ હતું અને હાથમાં ફરસી અને ધનુષ્યબાણ હતાં. એમની જટા તે સૂર્ય–શી ઝળકી રહેલી ! બધા ક્ષત્રિયોને કાપી નાખી એમણે પેલી કામધેનુ લાવી પિતાજીને પાછી સોંપી દીધી અને સહસ્ત્રબાહ સહિત ક્ષત્રિયોની જે દશા કરેલી, તે પિતાજી તથા ભાઈઓને કહી નાખી.
આ ભયંકર કૃત્ય સુણીને જમદગ્નિ ઋષિ બોલ્યા : “બેટા ! હાય ! હાય ! હાય ! ! ! તેં બહુ ખરાબ કૃત્ય કર્યું ! સર્વ દેવમય એવા નરદેવને (સહસ્ત્રબાહુ અર્જુનને) ખરેખર તે નાહક જ વધ કરી નાખ્યો. બેટા ! આપણે તો ગમે તેવા બહાદુર હાઈએ, તોય બ્રાહ્મણ છીએ ! ! ! બ્રાહ્મણને સાચો વીરધર્મ ક્ષમાં છે. વૈરની વસૂલાત કરવી, એ આપણને છાજે જ નહીં. ક્ષમાને કારણે જ આપણે લોકોના પૂજનીય છીએ અને એથી બધાનાય દાદા એવા બ્રહ્માજી ખુદ પણ ક્ષમા બળને કારણે જ બ્રહ્મ પદ પામ્યા છે. સૂર્યની માફક બ્રાહ્મણે શેભે છે, તે માત્ર ક્ષમાને કારણે જ. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ પણ ક્ષમાવાને ઉપર જ જલદી પ્રસન્ન થઈ જાય છે. અને મારા દીકરા ! જે હજારના ન્યાય માટે ફના થનાર ક્ષત્રિયોને આપણા જેવા મુનિરૂપ બ્રાહ્મણને હાથે વધ થાય, તે તે