________________
२७०
સરસ્વતીની માતાએ સરસ્વતી માટે પકવેલા ચરુ માગી લઈ પેાતા માટે જે ચરુ હતા, તે પુત્રો સરસ્વતીને આપી દીધે!! જ્યારે ઋચીક ઋષિને આ ભેદની ખબર પડી ત્યારે ઋચીક ઋષિએ ધર્મ પત્નીને
ઘણા ઘણા ઠપકા આપ્યા અને કહ્યું : ‘તને જે પુત્ર થશે તે ક્રૂર જન્મશે અને જે ભાઇ થશે તે બ્રહ્મવેત્તા થશે.' પરંતુ ચીક ઋષિ પાસે સરસ્વતીએ બહુ બહુ પ્રાથના કરી ત્યારે ઋષિ ખેલ્યા : ‘સારું, તારા પુત્ર એવે! નહીં થાય પણ પૌત્ર એવેશ થશે! બસ.' એ જ સરસ્વતીની કૂંખે જમદાગ્નિના જન્મ થયા, સરસ્વતી સમસ્ત લેકેને પવિત્ર કરવાવાળી પરમપુણ્યમયી કોશિકી નદી' રૂપ બની ગઈ.
રેણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદગ્નિનાં લગ્ન થયાં. આમ તા રેણુકાના ગર્ભથી જમદગ્નિ ઋષિને વસુમાન વગેરે ધણા પુત્રો થયેલા, તે પૈકી બધાયથી નાના હતા તેનું નામ પરશુરામ હતું. એમને યશ આખાય સંસારમાં મશહૂર છે. કહેવાય છે કે હૈહયવ શને અંત લાવવા માટે સ્વયમેવ ભગવાને જ પરશુરામરૂપે અંશાવતાર ગ્રહણુ કર્યો હતા, જેમણે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયહીન કરી નાખેલી. જો કે ક્ષત્રિયોએ એમને અંગત રીતે તે કોઈ ભારે અપરાધ કર્યો નહોતા, પરંતુ ક્ષત્રિયો હુ દુષ્ટ, બ્રાહ્મણાના અભક્ત, રજોગુણી અને વિશેષે તે! તમેાગુણો થઈ ગયા હતા. આથી પૃથ્વી ઉપર ભારરૂપ તેએ થયેલા. એના ફળસ્વરૂપે જ ભગવાન પરશુરામે પૃથ્વીના ભાર ઉતારવા એ બધાનો નાશ કરી નાખેલે.''
સહસ્ત્રાર્જુનવધ
લગામ સ ધર્માંની, રહે સતાદ્વિજો કને; સર્વ વ્યક્તિ સમાજ સત્ર, અહિંસા મુખ્ય ધર્મ છે. ૧