________________
૨૬૮
આ જ બુધને ઈલાના ગર્ભથી પુરૂરવાને જન્મ થયેલો, જેનું વર્ણન, પરીક્ષિત ! મેં આ પહેલાં જ તારી પાસે કર્યું છે. એક દિવસ ઈદસભામાં દેવર્ષિ નારદજી પુરૂરવાનાં રૂપ-ગુણ, ઉદારતા, શીલ-સ્વભાવ, ધન-સંપત્તિ અને પરાક્રમનાં ગીત ગાતા હતા. તે સાંભળી ઉર્વશીના હૈયામાં કામભાવને ઉદય એકાએક થઈ આ બે અને કામ પીડિત થઈ તે દેવાંગના પુરૂરવા પાસે આવી પહોંચી. આમ તે જો કે ઉર્વશીને મિત્રાવરુણના અભિશાપને કારણે જ મૃત્યુલોકમાં આવવું પડયું હતું, છતાં પુરૂરવાનું રૂપ ખરેખર મુતિમાન કામદેવ સમાન જ સુંદર સાંભળી સુરસુંદરી ઉર્વશી ત્યાં આવેલી. પુરૂરવાને પણ ઉર્વશીને જોઈ અતિશય ખેંચાણ થયું. રોમાંચ થઈ આવ્યો અને તે બેલી ઊઠોઃ “સુંદરી ! હું તારું સ્વાગત કરું છું. આપણે લાંબા કાળ લગી સાથે વિધુરીએ એવી મારી તીવ્રછા થાય છે. ઉર્વશી બેલી : “એવી કઈ અભાગણી દેવાંગના હોય કે જે આપ જેવા આકર્ષક પુરુષની આવી તીવ્રછાને પિતાનું સદ્ભાગ્ય ન ગણે ! હું આપની તીવ્રછા મુજબ જરૂર કામસુખ ભરપૂર પણે અર્પવા આપની સાથે વિહરીશ. પણ મારા શિરછત્ર ! મારી આટલી શરત છેઃ આ મારાં થાપણ બે રછ બચ્યાં છે, તે તમને સંપું છું, તેમનું તમે બરાબર રક્ષણ કરજે. હું કેવળ ઘી જ ખાઈશ. અને મૈથુન સમય સિવાય તમને નગ્ન રૂપે નહીં પડું.” પુરૂવાએ પ્રેમ સાથે તે શરત કબૂલ કરી લીધી. ઉર્વશી કામશાસ્ત્રોકત રીતથી પુરૂરવા સાથે વિહરવા લાગી ગઈ. દેવોનાં વિહાર સ્થળ જેવાં કે ચિત્રરથ, નંદનવન આદિ ઉપવનમાં પુરૂવા સાથે વિહાર કરવા લાગી. ઉર્વશીના શરીરમાંથી અનાયાસે સુવાસ ફેલાતી હતી. આમ ધણા વર્ષો સુધી પુરૂરવા રાજ એની સાથે સુખચેનથી વિહર્યા.