________________
૨૭
વારની વિનતિ છતાં અતિ મને કારણે પાછી આપી જ નહીં ! આ પરિસ્થિતિમાં એ નિમિત્તે દેવ-દાનવ યુદ્ધ થયું, શુક્રાચાર્ય જીએ પશુ બૃહસ્પતિ પરના અંગત દ્વેષને વશ થઈ અસુરોની સાથે ચંદ્રમાના પક્ષ લીધે. મહાદેવજીએ પણ સમસ્ત ભૂતગણાની સાથેાસાથ પેાતાના વિદ્યાગુરુ અંગિરાના પુત્ર બૃઽસ્પતિનેા જ પક્ષ લીધેા. દેવરાજ ઇંદ્રે પણ સમસ્ત દેવતાઓની સાથે પેાતાના ગુરુ બૃહસ્પતિને જ પક્ષ લીધે!! આ કારણે દેવાસુર સ...ગ્રામ ખરેખર ભય કર બની ગયા ! સદ્ભાગ્યે અગિરા ઋષિએ બ્રહ્માજીની પાસે જઈ આ સંગ્રામ બ્ધ કરાવવા વિન ́તિ કરી. અને પરિણામે બ્રહ્માજીએ ચદ્રમાને ઘણા ઠપકા આપ્યું અને તારાને એના પતિ અહસ્પતિને હવાલે કરાવી. જ્યારે બૃહસ્પતિને ખ્યાલ આવી ગયા કે તારા તા ગર્ભવતી થઈ ચૂકી છે ત્યારે બૃહસ્પતિએ તારાને કહ્યું : ‘દુષ્ટા ! મારા ક્ષેત્રમાં તારે પેટે બીજા કાઈના ગર્ભ છે. એ ગર્ભને તું તજી દે ડર નહીં હું તને બાળશ નડ્ડી...! કારણ કે નારીગૌરવ માટે સાચવવું છે અને સંતાનને પણ મને ખપ છે. વળા તું દેવીની જાત હાવાથી નિર્દોષ પણ છે જ.' પતિની આ વાત સાંભળીને તારા ખૂબ શરમાઈ ગઈ. તેણીએ ચમકતા બાળકને પેાતાના ગર્ભથી અળગેા કરી નાખ્યા. પણ એ બાળકને જોઈ બૃહસ્પતિ અને ચંદ્રમા અને મેાહિત થઈ ગયા અને એ બાળકને મેળવવાની ખ’તેને ઇચ્છા થઈ આવી ભુને એકબીા આ આક મેળવવા ખાતર ઝઘડા કરવા લાગ્યા. ઋષિએ અને દેવતાઓ તારાને પૂછવા લાગ્યા કે ખરેખર આ સંતાન કેવું છે ? પણ તારા લાવશ સ્પષ્ટ કાંઈ ખેાલી શકી નહીં. ત્યારે બાળકે ખુદ પણુ ગુસ્સે થઈ માતાને પૂછ્યું. તેવામાં ખુદ બ્રહ્માજી પે।તે ત્યાં આવ્યા અને પૂછ્યું ત્યારે તારાએ ધીરેથો જવાબ આપ્યું! : ચંદ્રમાથી !' આમ ચંદ્રમાને એ બાળક મળ્યું અને એનું નામ ‘બુધ’ રાખ્યું, કારણ કે એ બાળકની વ્રુદ્ધિ ગર્ભમાં પણ જણાઈ આવતી હતી જ. આવા બુદ્ધિમાન પુત્ર મેળવી ચદ્રમાને ધણા આનંદ થયા.