________________
૨૬૫
પણ સામેથી એ જ અભિશાપ આપતાં કહ્યું : “આપ સમર્થ છે. છે જ, પરંતુ આપે ધર્મને પ્રતિકૂળ વર્તન કરી આ અભિશાપ આ છે માટે આપનું શરીર પણ પડી જાય એમ હું ઈચ્છું છું ” આમ કહેવાથી એક બાજુ જેમ નિમિરાજાનું શરીર પડી ગયું તેમ બીજી બાજુ ગુરુ વશિષ્ઠનું પણ શરીર પડી ગયું અને ગુરુ વશિષ્ઠ મિત્રાવરુણ દ્વારા ઉર્વશીના ગર્ભમાં જન્મ ધારણ કરી લીધે બીજી બાજુ અહીં નિમિરાજાનું શબ પડેલું ત્યાં સત્રયાગની સમાપ્તિ પછી દે આવ્યા ત્યારે ત્યાં હાજર રહેલા બધા લોકોએ તેમની આગળ નિમિરાજાના શબને સજીવનતા આપવાની વિનંતી કરી. દેવોએ જેવું કહ્યું : “ભલે તેમ થાઓ.” ત્યાં ખુદ નિમિરાજ સજીવન થયા પછી જાતે કહ્યું : “ગુરુ વશિષ્ટજીએ મને જે અભિશાપ આપે છે. તેમાંથી હવે તવ હું એ તારવું છું કે મને હવે દેહબંધન ખપતું નથી. માટે જે દેડ ગયે છે, તે તે શા માટે તે ફરી ફરી ધરવો ? હું જે શરીર ફરીથી ધારણ કરીશ, તો તે નવું શરીર પણ એકદા તો છૂટવાનું જ છે ! એટલે મારે તો શરીર જ નથી જોઈતું. દેવોએ નિમિરાજાની ઈચ્છા અને ત્યાં ઉપસ્થિત રહેલા લોકેની ઈચ્છા બનેય જાણીને એવો વચ્ચેને રસ્તે કાઢયો કે પાંપણવાળા પ્રાણીમાત્રની આંખમાં નિમિરાજ પિતાની ઈચ્છાનુસાર નિવાસ કરે અને ત્યાં રહી પિતાના કાયમી એ સેકમ શરીરથી પ્રભુચિંતન કરતા રહે ! આમ પલક ઉઘડે અને બિડાય તેથી નિમિરાજા છે. એને ખ્યાલ રહેતો હોય છે.
કહેવાય છે કે મહર્ષિઓએ એમના શરીરનું મંથન કર્યું, તેમાંથી વૈદેહ એટલે કે જનક રાજ જગ્યા અને તેમનું નામ મિથિલ પણ પડ્યું, કારણકે મંથનમાંથી જન્મ્યા હતા. આ રીતે મિથિલાનગરીના જનક મહારાજ એ પણ નિમિરાજ અને પાંપણવાળાં કાણું માત્રની પાંપણમાં રહી પ્રભુ ભજન કરનાર પણ નિમિરાજ ! આ વૈદેહને વંશ લાંબે ચાલે અને એ વંશના બધા