________________
૨૪
કુદરતી રીતે જગતને આદરપાત્ર બની ગયું ! ભગવાન રામના પુત્ર કુશના પુત્ર અતિથિ નામે થયા. એ જ ઈક્વાકુવંશમાં સૂર્યાશ એવા વજનાભને જન્મ થયેલ અને જૈમિનિ-શિષ્ય યોગાચાર્ય હિરણ્યનાભ પણ થયા હતા.
કાસદેશવાસી યાજ્ઞવલ્કય ઋષિએ ખુદ એ જ હિરણ્યનાભની શિષ્યતા સ્વીકારી લીધી હતી. આ જ વશમાં છેલ્લા તક્ષક પુત્ર બહુનલ થયેલો, જેને હું રાજન્ ! તારા પિતા અભિમન્યુને હાથે યુદ્ધમાં વધ થયેલ. સાવ છેલે કલિયુગમાં આ ઈકવાકુવંશ સમાપ્ત થશે અને એ ઈક્વાકુવંશનો છેલ્લામાં છેલે રાજ હશે મિત્રક હવે હું તને સૌ પ્રથમ તો જૂની વાત કહી દઉં. હે રાજન પરીક્ષિત ! જે ઇવાકુવંશનું મેં ઉપર સંક્ષેપમાં વર્ણન કર્યું, તેમાં ઈકુના જ પુત્ર નિમિ થઈ ગયા છે. નિમિએ યજ્ઞ આરંભેલે અને એ યજ્ઞના ઋત્વિજ તરીકે રાજ નિમિએ ગુરુ વશિષ્ઠજીને પસંદ કરેલા. વશિષ્ઠ ગુરૂએ રાજા નિ.મને કહ્યું : “હે રાજન ! યજ્ઞ માટે તે ઋત્વિજ તરીકે મને પસંદ કર્યો છે તે ઘણું સારી વાત છે. પરંતુ આ પહેલાં જ ઈ મને ઋત્વિજ તરીકે લગ્ન માટે પસંદ કરેલ હોઈ, ઈકનું યજ્ઞકાર્ય પતાવી પછી હું તારી પાસે આવી શકીશ. રાજા નિમિને થયું ઃ ક્ષણને શે ભાસે ? માટે બીજા ઋત્વિજને પસંદ કરીને યજ્ઞકાર્ય શરૂ કરી જ દઉં. પરંતુ આ વાત નિમિરાજાએ ગુરુ વશિષ્ઠજીને કહેવી જોઈતી હતી, તે ન કરી. ગુરુ વશિષ્ઠ તો ઇદ્રનું વાકૃત્ય વહેલું વહેલું પતાવી નિમિરાજને યજ્ઞ પતાવવા અહીં આવી પહોંરયા. પણ એમણે જોયું તે પોતાને જાણ કર્યા વિના નિમિરાજ તે બીજા ઋત્વિજને ગુરુસ્થાને સ્થાપી યજ્ઞકાર્ય શરૂ કરી આગળ ધપાવી રહ્યા છે ! ત્યારે તેઓએ અભિશાપ આપતાં કહ્યું : “આ નિમિરાજને પોતે વિચારશીલ છે અને પંડિત પણ છે તેને ઘમંડ થયો છે. એથી એનું શરીર પડી જાય !” આવી સમર્થ ગુરુનો અભિશાપ નિષ્ફળ તે કેમ થાય ? પરંતુ નિમિરાજાએ