________________
૨૯
વૈવાત મનુને વંશવેલો પ્રથમ વૈવસ્ત મનુ નિ:સંતાન હતા, તેથી વસિષ્ઠ ઋષિ પાસે વરણ યજ્ઞ કરાવ્યો હતો. તે વખતે શ્રદ્ધાએ પુત્રીની માગણું કરી, તેથી ઈલા નામની કન્યા પ્રાપ્ત થઈ. વસિષ્ઠ ઋષિએ એ કન્યાને જ પુત્ર બનાવી તેને અનુકુમાર નામ આપ્યું. તે શંકરના શ્રાપિત પ્રદેશમાં મૃગયા કરવા જતાં ફરી નારી બની ગયો. વસિષ્ઠ ઋષિની પ્રાર્થનાથી તે એક અધિકમાસથી બીજા અધિકમાસ સુધી એક વખત નર રૂપે અને બીજી વખત નારી રૂપે રહેતો. જ્યારે તે નારી રૂપે હતા ત્યારે ચંદ્રકુમાર બુધના સંયે એને પુરૂરવા નામે પુત્ર થયો. તે વંશ ચંદ્રવંશ, ઐલવંશ, અથવા પુરુવંશ તરીકે પ્રખ્યાત થયે.
મનમાંથી જ વિવર્ણો સમાજ મનુના પુત્ર કષના વંશે ક્ષત્રિયે થયા. ધૃષ્ટથી ધાસ્ટ નામના બ્રાહ્મણ થયા.દિષ્ટના પુત્ર નાભાગથી વૈશ્ય થયા. કાનન મહર્ષિ બની અગ્નિવેશ્યાનન ગાત્ર ચલાવી ગયા. કિંજથી ક્ષત્રિયો અને ક્ષત્રિયે પાછા જાતુકર્ષની જેમ બ્રાહ્મણ ને ઋષિ પણ બની જતા. આમ આરંભમાં જ મનુએ એ સંસકાર પાડ્યો કે જાતિ કે વણે એ તે ગુણુંકમ-આશ્રિત છે. જન્મથો સ્ત્રી, પુરુષ કે વર્ણવર્ણના ભેદ નથી, કેવળ ગુણકર્મથી છે. આથી જ આરંભની વંશાવલીમાં સંતબાલ સાર કાઢે છે :
નારી બને છે તેમ, સ્ત્રીઓ અને પુરુષ જે; તે માનવું પડે વિશ્વ, સાપેક્ષ દેહ બેઉને. કિંજથી ક્ષત્રિય થયા, ને ક્ષત્રિય બને દિ; વૈો પણ થતા એમ મૂળ પ્રતાપ કમને. (પા. ૨૩૧)
ભારતીય સંસ્કૃતિનો એક કુલાથે વ્યક્તિને ત્યાગ, પ્રામાથે કુલ જીવન; રાષ્ટ્રા ગામને ત્યાગ, આત્માથે ત્યાગ સર્વને.