________________
૨૮
આમ દેવ-દાનવ વંશનું વન કરી ફરી ભાગવતકાર માનવવશ પ્રત્યે આવે છે.
યુગેયુગે મનુનું અવતરણ
મૂળમાં ભગવત્તત્ત્વ રાખી મર્ત્ય સમાજને ધર્માર્થ સ્થાપવા માટે મનુ જન્મે યુગેયુગે દેશકાળ નિહાળીને પ્રશ્ન ને ધર્મ એયનું
અનુપુત્રો તથા દેવા રક્ષણુ કરતા ઘણું (પા.૨૧૯-૨૦) આદ્ય મનુ અને મન્વંતરની કથામાં આપણે જોયું કે મનુ શતરૂપાનાં સંતાનેાની સૃષ્ટિમાંથી ભગવાન કપિલે આત્મવ સમજાવી યજન- પૂજનનું સાધન આપ્યું. ધ્રુવે નીતિના, સ્તીએ ન્યાયના, પ્રિયવ્રતે પાપકારના સ`સ્કાર દૃઢ કરી ધર્મમાત્રના સાર રૂપ પ્રભુભજન, નીતિપાલન અને પરાપકારનાં ઊંડાં મૂળ નાખ્યાં. એ જ રીતે વ્યક્તિ સમાજ અને સમષ્ટિનું વ્યવસ્થિત નિર્માણ કરવા પૃથુએ પ્રજાપાલન, અત્રિઅનસૂયા અને દત્તાત્રેયનું ગુણુદી જગવાત્સલ્ય, ભગવાન ઋષભદેવ ભરતાદિની શ્રેયાનુબંધી અધ્યાત્મ-સાધના અને પ્રભુ નાંમના રસાયણુ સાથે વર્ણાશ્રમ-ધર્મની વ્યવસ્થા સમજાવી, પ્રથમ મન્વંતરે અનુષ્યના જીવનવિકાસના મૌલિક સત્યનું બીજારોપણ કર્યું છે.
ભાગવતકારે એ પછી મનુષ્યજીવનમાં રહેલા અશુભના ગજગ્રાહનું આલેખન કર્યું . એ જ ગજગ્રાહ દેવદાનવ રૂપે સમાજમાં કેવી રીતે કામ કરી રહ્યો છે તેનું પ્રદ્લાદ, લિ, વૃત્ર જેવા દાનવા અને દૈવાની પ્રભુનિષ્ઠા બતાવી, શુભા-શુભથી પર તેવી સર્વા‘ગી આત્મશુદ્ધિ પ્રત્યે લક્ષ્ય દારો, ભાગવતકાર કરી વર્તમાન મન્વંતરે માનવીય ગુણુવિકાસનું કાર્ય કર્યું. તેના ઇતિહાસ સંભળાવે છે, તેમાં વર્ણ તથા જતિવ્યવસ્થાનું મૂળ ગુણુક છે, જન્મ નહીં ત સમજાવતાં કહે છે