________________
૨૭
એમણે દેવોને અમૃત આપ્યું ને દાનવો અમૃત વિના રહી ગયા. લોભી ને લાલચુ આમ વધુ લાલચથી હાથમાં આવેલ પણ ગુમાવે છે; ત્યારે સ્થિરતાથી પ્રભુને આશ્રય લેનાર પિતા પાસે જે ન હોય તે પામે છે. માટે સંતબાલ કહે છે?
મૂઢ રવાથી ડરે સૌથી, લાલચે ઢળી જતે; કષ્ટ-લાલચમાં થી આપે સત્રભુ આશરે. (પા. ૨૧૨) દેવો એ રીતે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાથી સંગ્રામમાં જીતી ગયા.
દેવ-અસુર સંગ્રામ અથવા જીવનમાં આવતાં દુરિત અને દ્ધ ભાવો વચ્ચેના સંગ્રામને સાર આપતાં સંતબાલજી કહે છે?
આત્માને પરમાત્માને, સાધે ન જ્યાં લગી કમે; ખેંચાતે ત્યાં લગી જીવ, દેહે ક્રિયાદિના સુખે. માટે જ ઈશ્વરી નિષ્ઠા, ને પ્રત્યક્ષ ગુરુકૃપા; ચાલજે સાધી સંગાથે, ભવ–સંગ્રામ જીતવા. (પા. ૨૧૪)
ભવસંગ્રામ જીતવો બહુ મુશ્કેલ છે. કામાદિ દોષથી નારદ જેવા પણ ચળી ગયા હતા, તે દષ્ટાંત આપી સંતબાલ ફરી. ચેતવે છે ?
શિવ નારદના જેવા, મહેશ્વરાય કામથી; ન ચેતતાં પડયા હેઠા, ચેતી પાછા ફરી ચઢ્યા. માટે ચેતી સદા ચાલી, સત્યાથી પ્રભુનિષ્ટ છે; પ્રભુ-ગુરુ-કુપા પામે, નક્કી ભવાંત તે કરે. (૫. ૨૧૭)
દાનમાં દુઝતા હતી એટલે ગુરુકૃપા પામવા છતાંય પ્રભુકૃપા ન પામ્યા. દેવોમાં સૌજન્ય હતું એટલે બીજી નબળાઈઓ હોવા છતાં પ્રભુકૃપા પામ્યા; કેમ કે
પ્રભુ-કૃપા ને'ય, દુષ્ટતા હોય ત્યાં લગી સૌજન્મે તે મળે બને, બાહ્યાંતર સુખે વળી. (પા. ર૧૭)