________________
૨૫૯
ગુરુજને, બરોબરિયા મિત્રો અને નાનાઓનું યથાયોગ્ય સન્માન કર્યું અને એમને સૌને ઊંડા સ્નેહરસ પીધે. રામની પાછળ સીતાજી અને લક્ષમણજીએ બધાંએ પ્રત્યે યથાયોગ્ય વ્યવહાર કર્યો. આમ, વર્ષોને વિયેગ પછીના પરસ્પરના મિલનથી જેમ મુડદામાં પ્રાણસંચાર થાય તેમ જાણે સૌમાં નવજીવન વ્યાપી ગયું, આનંદઆનંદ જાગી ઊઠયો. માતાઓએ સીતા અને રામ-લક્ષમણુને પિતાની ગાદમાં બેસાડી આંસુએથી જાણે અભિષેક કરી નાખ્યો ! આથી જાણે સૌનું રોગ-શેકનું બધું દર્દ–દુઃખ મટી ગયું! ત્યારબાદ વશિષ્ટ ગુરુએ બીજા સાથી દ્વિજ-ગુરુઓને સાથે લઈ અરણ્યવાસની ભગવાન રામની જટાને વિધિસર રીતે ઉતરાવી નાખી અને બહસ્પતિએ જેમ ઈંદ્રને અભિષેક કરેલે, તેમ ચારેય મહાસમુદ્રોનાં પાણીથી આ ભષેક વિધિ પણ કર્યો. એ પ્રકારના વિધિસરના સ્નાન પછી શ્રી રામે સુંદર વસ્ત્ર, ફૂલમાળાઓ અને અલંકારો ધારણ કર્યા. બધા ભાઈઓએ અને ખુદ જાનકીજીએ પણ સુંદર સુંદર વસ્ત્રો અને ઘરેણુઓની સજાવટ કરી. આવાં વસ્ત્રાલંકારથી ઓપતાં સીતાજીને પડખે બેસાડી રામ ખૂબ દીપી ઊઠયા ! ભરતજીએ એમનાં ચરણોમાં પડી જઈને સીતારામને પ્રસન્ન કરી મૂક્યાં અને આગ્રહભેર પિતે
સ્થાપેલી રામચાખડી ગાદી પરથી ઉથાપી અને ખુદ ભગવાન રામને રાજયગાદીએ બેસાડી દીધા. રામે પણ હવે રાજસિહાસન સ્વીકારી લીધું અને સમસ્ત પ્રજાને સાથે રાખી કશા જ નાત, જાત કે રંગ વગેરે. ના ભેદભાવ રાખ્યા વિના પિતૃભાવપૂર્વક પ્રજાકલ્યાણ કરવા માંડયું. પ્રજાને પણ એમાં પોતાના પિતૃપદના દર્શન થયાં. પરીક્ષિતજી ! સમસ્ત પ્રાણીઓને સુખ દેવાવાળા પરમ ધર્મા ભગવાન શ્રી રામ થયા, ત્યારે હવે તે ત્રેતાયુગ, પણ સૌને લાગવા માંડયું કે કૃતયુગ અથવા સતયુગ આવી લાગે છે ! ત્યારે વન, નદીઓ, પર્વત, વર્ષા, દ્વીપ અને સમુદ્ર એ બધાં એકસામટાં કામધેનુની જેમ અવધનારીની સર્વ પ્રજાઓની સમસ્ત કામનાઓને પૂર્ણ કરવા શક્તિમાન થઈ ગયેલા