________________
૨૬૦
દેખાતાં હતાં !
ઈદ્રિયાતીત ભગવાન શ્રી રામને રાજ્યકાળ દરમિયાન કોઈને શારીરિક રોગ તો દૂર રહ્યો, પણ માનસિક ચિંતા પણ થતી ન હતી ! અરે, બુઢાપાનું દુઃખ, નબળાઈ, બીજું નાનાં મોટાં દુઃખે, શોક, ભય અને થાક પણ નામમાત્રનું જોર કરી શકતાં ન હતાં ! ભગવાન શ્રી રામના પ્રસન્ન મધુર મુખને નિહાળવું અને વાણું સુણુવી એ પણ કાંઈ સામાન્ય લહાવો નહેાતે જ. ભગવાન રામે એકપત્નીવ્રત ધારણ કરી રાખેલું. એમનું જીવનચરિત્ર અત્યંત પવિત્ર અને રાજર્ષિઓના જેવું જ મહત્વનું હતું ! તેઓ પિતાના જીવનથી જ આદર્શ ગૃહસ્થાશ્રમી જીવન જીવી બતાવતા શોભી રહેતા હતા. સતી શિરોમણિ સીતા પણ પોતાના પતિના હૃદયના ભાવ પરખીને જીવન જીવી રહેતી હતી. સીતાજીએ પ્રેમથી, સેવાથી, શીલથી, વિનયથી, પોતાની બુદ્ધિ અને લજજા આદિ ગુણેથા પોતાના પતિ એવા ભગવાન શ્રી રામનું ચિત્ત સંપૂર્ણપણે ચોરી લીધું હતું, જાણે રામસીતાનાં શરીર બે, પણ દિલ તે એક જ હતું! ! !”
ટી અને સીતા-ત્યાગ નિત્ય વિષે વખાણે છે, સંચમપ્રિય સેવક પ્રભુથી યે ગયે શ્રેષ્ઠ, પોતે જ પ્રભુએ ખુદ. ૧ સત્ય-ન્યાય વિશે નિષ્ઠ, આખા મત્ય સમાજ આ ત્યાગીથી જ રહે માટે, પ્રભુથી શ્રેષ્ઠ એ સદા. ૨ રાખવી જાગૃતિ પૂરી, સંયમપ્રિય સેવકે; સંસ્થાગત રહી નિત્ય, તે જ ધર્મ ટકી રહે. ૩