________________
૨૫૮
છાતી સરસા ચાંપી રાખ્યા; જાણે ભગવાનના નેત્રજલથી ભરતજી સ્નાન કરતા હોય તેવું અપૂર્વ દશ્ય બની ગયું! એ પછી સીતાજી અને લક્ષ્મણજી સાથે શ્રી રામજીએ બ્રાહ્મણે અને વડીલોને નમસ્કાર કર્યા. તે જ વખતે આખીયે અયોધ્યાની પ્રજાએ ભગવાનના ચરણેમાં પ્રણામ કર્યા. એ વખતે ઉત્તર કેસલમાં રહેવાવાળી સમસ્ત પ્રજા પિતાના સ્વામી રામ ભગવાનને ઘણું લાંબા સમયે આવેલા જોઈ ફૂલ વર્ષા કરતી કરતી આનંદથી નાચી ઊઠી ! ભરતજીએ ભગવાનની પાદુકા લીધી, વિભીષણે શ્રેષ્ઠ ચામર, સુગ્રીવે પંખે અને હનુમાને સફેદ છત્ર ધર્યું. પરીક્ષિતજી ! શત્રુને પણ ધનુ વગેરે, સતાજીએ તીર્થ જલવાળું કમંડલ, અંગદે સોનાની તલવાર અને જંબુવાને ઢાલ લીધી. આ સૌની સાથે ભગવાન રામજી પુષ્પક વિમાન પર વિરાજમાન થયા. ચારે બાજુ યથારથાને સ્ત્રીઓ બેસી ગઈ. બંદીજને સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે પુષ્પક વિમાન પર ભગવાનની એવી શોભા થઈ ગઈ કે જાણે ચંદ્રના ગ્રહો સાથે ઉદિત થયો હોય ! આ પ્રમાણે ભગવાન રામે ભાઈઓના અભિનંદન સ્વીકારી તેમની સાથે અયોધ્યાનગરીમાં મંગલ પ્રવેશ કર્યો.
રાજ્યાભિષેક અને રામરાજ્ય કરે કુટુંબનાં કૃત્યો નિલેપી રહી પ્રભુ; ફર્જ અદા કરે તેમ નિર્મોહી માનવો સહુ. ૧ આખાયે જગને રામ, શાન્તિસંદેશ ખાસ દે; તેમ જ રામના ભક્તો, આચરી અચરાવશે. ૨
ભગવાન રામચંદ્રજીના પ્રવેશ પછી અયોધ્યાપુરી આનદત્સવથી ખીલી ઊઠી ! પ્રભુએ પોતાની માતા કૌસલ્યા, બીજાં માતાઓ,