________________
૨૫૭
લક્ષમણ તથા સુગ્રીવજી તેમજ સેવક હનુમાનજીની સાથે પોતે પણ બેઠા. આ પ્રકારે ચૌદ વર્ષ પૂરાં કરી અયોધ્યાનગરી તરફ યાત્રા કરી તે સમયે બ્રહ્મા વગેરે પાલગણે ભગવાન રામચંદ્રજી પર ઘણું પ્રેમથી પુછપની વર્ષા કરતા રહ્યા હતા ! આ બાજ બ્રહ્મા વગેરે ભગવાનની લીલાઓનાં ગુણગાન ગાયા કરતા હતા ત્યારે બીજી બાજુ ભરતજી કેવળ મૂત્રમાં પકવેલી થૂલી ખાતા હતા. જયારે ભરતજીને ખબર પડી કે પિતાના વડીલભાઈ ભગવાન રામ પધાર્યા છે, ત્યારે તેઓ પુરવાસી, મંત્રી અને પુરોહિતને સાથે લઈ તેમ જ ભગવાનની ચાખડીઓ પિતાને માથે રાખી રામની આગેવાની (સામિયું) કરી લાવવા નંદીગ્રામથી સામે જવા નીકળી પડ્યા ! સાથોસાથ ભારતની નીકળવાની જાણ થતાં બધાં આબાલવૃદ્ધ અધ્યાવાસીએ પણ નાચગાન કરતાં ભરતજીની સાથેસાથે આનંદ વિભોર બની ચાલી નીકળ્યાં! આ નાચગાનના આનંદનાદ ચોમેર ગૂંજતો થઈ ગ! બ્રાહ્મણના વેદવનિએ પણ જાણે ગગન ગજવી મૂકવા લાગ્યા. સેનેરી ધજા ફરકવા લાગી. વળી રંગબેરંગી ધજાઓથી સજાવેલા રથ, સુંદર સાજથી સજાવેલા ઘોડાઓ તથા સોનેરી કવચ પહેરેલા સૈનિકે પણ સાથે સાથે ચાલવા લાગ્યા. શેઠ શાહુકાર, શ્રેષ્ઠ વારાંગનાઓ, પાયલ ચાલવાવાળા સેવકે અને મહારાજાઓને
ગ્ય નાની-મોટી બધી વસ્તુઓ એમની સાથે જ હતી. તપસ્વી તરીકે એમણે જટા વધારી મૂકેલી જોઈ ભગવાન રામ તે દુઃખી દુઃખી થઈ ગયા ! ભરતજીની આવી મહાતપસ્વી દશા દેખી ભગવાન રામચંદ્રજીનું હૃદય ભરાઈ આવ્યું ! ! ! ભગવાન રામને જોતાં જ ભરતજી ગદ્ગદિત થઈ ગયા, આંખમાં આંસુ છલકાયાં અને ભગવાન રામના ચરણમાં ઢળી પડયા. પ્રભુની સામે એમની ચાખડીએ રાખી, હાથ જોડી ઊભા રહી ગયા. આ ભાગ્યશાળી સમયે ભગવાનની આંખે પણ આંસુડાંથી છલકાઈ ઊઠી. એમણે બને હાથે પકડીને ઘણી વાર સુધી ભાઈ ભરતજીને પિતાની ૧૭