________________
૨પ૬
પાયમાલી અને અધમાધમ દુર્ગતિને નેતરી લીધી છે ! ! વિનાશકાળે વિપરીત બુદ્ધિ !”
શ્રીરામનું આગમન અને ભારતને ભાતૃપ્રેમ રાજતંત્ર અયોધ્યાનું રહી ભરત ગૂંપડે; ચલાવે, ને બીજી બાજુ લમણ વસે વને. ૧ નજીકમાં રહી એક બંધુ, રામ ઉપાસ, દૂર રહી બીજે બંધુ રામ કર્તવ્ય સાધતે. ૨ એટલે જ વદાયું છે ભરત જે ન હોય તે, જગે ધર્મધુરા બીજે વહાવી શકે ન કોઈ. ૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છે : “કાસલાધીશ ભગવાન શ્રીરામચંદ્રજીની આજ્ઞાથી વિભીષણજીએ પોતાના સ્વજન સંબંધીઓને પિતૃયજ્ઞની વિધિથી શાસ્ત્રાનુસાર અભેષ્ટિકર્મ કર્યું. તે પછી ભગવાન શ્રી રામે અશોકવાટિકાના અશોક વૃક્ષની નીચે બેઠેલાં સતી સીતાને જોયાં. સીતાજી ભગવાન રામચંદ્રજીના વિરહવ્યાધિથી પીડિત તથા અત્યંત દુર્બળ બની ગયેલાં. પિતાનાં પ્રાણપ્રિય અને અર્ધાગિનીરૂપ શ્રી સીતાજીને અત્યંત દીન અવસ્થામાં જોઈ શ્રી રામજીનું હૃદય પ્રેમ અને કૃપાથી ભરાઈ આવ્યું. એ જ રીતે ભગવાન રામનું દર્શન થતાં સીતાજીનું હૈયું પણ પ્રેમ અને આનંદથી ઊભરાઈ ગયું. હવે સીતાજીનું મુખકમળ પણ ખીલી ઊઠયુ. ભગવાન શ્રી રામે વિપણને બધા રાક્ષસનું સ્વામિત્વ અને લંકાનગરી રાજ્યતંત્ર રેયા પછી લાંબા આયુષ્યના આશીર્વાદે પણ આપ્યા, પછી પ્રથા સતી સીતાજીને વિમાનમાં બેસાડી પોતાના ભાઈ